Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં 5 નર્સિંગ કોલેજને મંજૂરી

અહેવાલ---સંજય જોશી, અમદાવાદ કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન 157 નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતમાં પાંચ નવી નર્સિંગ કૉલેજ સ્થપાશે. દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં...
03:48 PM Apr 27, 2023 IST | Vipul Pandya
અહેવાલ---સંજય જોશી, અમદાવાદ
કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન 157 નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતમાં પાંચ નવી નર્સિંગ કૉલેજ સ્થપાશે.
દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. ,દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.
રાજ્યમાં કુલ 500 નર્સિંગની બેઠકોમાં વધારો
આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્ર ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે.  પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા રાજ્યમાં કુલ 500 નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે.
10 કરોડની ફાળવણી
વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે. પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે.   આ નવી પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે તેમ મંત્રીએ કહ્યું હતુ.  અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.
આ પણ વાંચો---મા-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળક રમતા-રમતા પડ્યુ ઉકળતી ચાસણીમાં, હાલ વેન્ટીલેટર પર
Tags :
GujaratNarendra Modinursing colleges
Next Article