મહારાષ્ટ્રના રાયગઢમાં બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડતા 12 લોકોના કરૂણ મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વળી, 25 થી વધુ લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, રાયગઢના ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિરની પાછળ હાઈવે પરથી જઈ રહેલી એક ખાનગી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં 30 થી 35 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતાં જ રાયગઢ એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.
રાહત બચાવ કામગીરી ચાલી
મળી રહેલી માહિતી અનુસાર, બસ 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ ભાયનક અકસ્માત મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર થયો હોવાના સમાચાર છે, જેમાં 12 લોકોના કરુણ મોત થયા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની માહિતી મળતાં જ રાયગઢ એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થળ પર સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ, ડોક્ટરોની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 22/23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાનું કારણ સ્પષ્ટ નથી, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે જોડાયેલા લોકો બસમાં બેઠા હતા જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા. બસમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો.
બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધીમાં 25 ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 15 થી 20 મુસાફરો ખીણમાં ફસાયેલા છે.
આ પણ વાંચો : UP STF એ ઝાંસીમાં ASAD AHEMAD અને ગુલામને કર્યાં ઠાર, ઉમેશ પાલ હત્યા કેસમાં હતા ફરાર