Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali 2023 : તહેવારોમાં ઇમરજન્સી કેસો માટે 108 નો સ્ટાફ તૈયાર..!

સામાન્ય દિવસો કરતા તહેવારોની સિઝનમાં ઈમરજન્સી કેસોમાં વધારો થતા હોય છે, ત્યારે દિવાળી જેવા તહેવારોમાં આગ લાગવાની, દાઝવાની કે અકસ્માતની સંખ્યા વધી જતી હોય છે આવા સમયે તાત્કાલિક સેવાઓ મળી રહે તે માટે આ વખતે 108ના સ્ટાફ ફરજ પર હાજર...
diwali 2023   તહેવારોમાં ઇમરજન્સી કેસો માટે 108 નો સ્ટાફ તૈયાર

સામાન્ય દિવસો કરતા તહેવારોની સિઝનમાં ઈમરજન્સી કેસોમાં વધારો થતા હોય છે, ત્યારે દિવાળી જેવા તહેવારોમાં આગ લાગવાની, દાઝવાની કે અકસ્માતની સંખ્યા વધી જતી હોય છે આવા સમયે તાત્કાલિક સેવાઓ મળી રહે તે માટે આ વખતે 108ના સ્ટાફ ફરજ પર હાજર રહેવાનું સુચન કરવામાં આવ્યું છે.. તેમજ નાગરિકોને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement

તહેવારોમાં દવાખાના બંધ હોય છે

તહેવારોમા રજાઓ જેવા માહોલમાં નાના મોટા ક્લિનિક, પ્રાઈવેટ દવાખાનાઓ બંધ હોય છે, તેમજ આ દિવસોમાં અકસ્માતની કિસ્સાઓ પણ વધી જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને 108 કર્મચારીઓ અને સ્ટાફે અત્યારથી તૈયારીઓ કરી લીધી છે. તહેવારોમાં સામાન્ય દિવસો કરતા 108ને વધુ ફોન કોલ્સ મળતા હોય છે, જેમાં આગ લાગવાના, અકસ્માતના કે દાઝવાની કિસ્સાઓ જોવા મળે છે, તો બહારના ખોરાક ખાવાથી પણ બીમાર થતા હોય છે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પ્રતિ વર્ષ નોંધાયેલા આંકડાઓની વાત કરીએ તો આ આંકડાઓ અનુસાર દિવાળી દરમિયાન મેડિકલ ઇમરજન્સીના કેસોમાં 9.06 ટકા, નવા વર્ષમાં 23.30 ટકા અને ભાઈ બીજના દિવસે 22.24 ટકાનો વધારો થતો હોય છે.. જો પાછલા વર્ષોની વાત કરવામાં આવે તો

Advertisement

દિવાળીના તહેવારોમાં મેડિકલ ઇમરજન્સી કેસોની સંખ્યા

વર્ષ        દિવાળીમાં      નવા વર્ષે         ભાઈબીજે
2018     3 હજાર 163   3 હજાર 902   3 હજાર 698
2019    3 હજાર 995    4 હજાર 960    4 હજાર 672
2020     3 હજાર 521   3 હજાર 658    3 હજાર 900
2021    3 હજાર 581    4 હજાર 307    3 હજાર 868
2022     3 હજાર 827  4 હજાર 288    4 હજાર 214

Advertisement

અકસ્માતના કેસોની સંખ્યા બમણી થઈ જાય છે

દિવાળી, બેસતુ વર્ષ તેમજ ભાઈબીજ જેવા તહેવારોમાં લગભગ અકસ્માતના કેસોની સંખ્યા બમણી થઈ જાય છે, અને હોસ્પિટલોમાં અને ટ્રોમાં સેન્ટરમાં પણ ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળે છે.. તહેવારોમાં અવરજવર વધી જવાને કારણે રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે, તો ફટાકડાને કારણે પ્રદુષિત હવા થતા અસ્થમા, હ્રદય રોગના હુમલા સહિતના કિસ્સા વધી જાય છે, સાથે જ પ્રસુતા મહિલાઓને ઇમરજન્સી, બહારના ખોરાકથી તબિયત લથડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, આવા સમયે નાગરિકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે 108 સેવાઓ ખડેપગે રહે છે જેથી સ્થળ ઉપર જ ઓક્સિજન, દવા સહિતના સાધનો ઉપલબ્ધ કરાવી શકાય છે.

ખાસ એકશન પ્લાન તૈયાર

દિવાળી દરમિયાન 108 ઈમરજન્સી સેવાને સામાન્ય દિવસો કરતા વધુ ફોન કોલ મળતા હોય છે. ત્યારે આરોગ્યની સુવિધાઓને પહોંચી વળવા છેલ્લા પાંચ વર્ષના ઇમરજન્સી સેવાના કેસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે..

આ પણ વાંચો----સહકાર વિભાગનો સપાટો, બોગસ સભાસદ અને મંડળીઓ કરાઈ રદ

Tags :
Advertisement

.