Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

10 નિર્દોષના પરિવારની શાંતિ હણીને નપાવટ પિતા-પુત્ર આખી રાત લોકઅપમાં સુતા રહ્યા..

અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે.  આ ઘટના બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ છે. બંને પિતા...
10 નિર્દોષના પરિવારની શાંતિ હણીને નપાવટ પિતા પુત્ર આખી રાત લોકઅપમાં સુતા રહ્યા
અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે.  આ ઘટના બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ છે. બંને પિતા પુત્રને અલગ અલગ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રખાયા હતા જ્યાં લોકઅપમાં બંનેએ મીઠી નિંદર માણી હતી. એક તરફ 10 નિર્દોષ વ્યકતિના પરિવારોની ઉંઘ હરામ મથઇ ગઇ છે અને તેમનો કાળજાનો કટકો છીનવાઇ ગયો છે ત્યારે આરોપી પિતા-પુત્ર નફ્ફટ બને લોકઅપમાં બિન્ધાસ્ત આખી રાત સુઇ ગયા હતા.

Advertisement

આજે બપોર બાદ બંનેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચાલક તથ્ય પટેલે બ્રિજ પર થયેલા અન્ય અકસ્માતમાં મદદ કરી રહેલા પોલીસ કર્મીઓ સહિત 10 વ્યક્તિના ભોગ લીધા હતા. આ ઘટના બાદ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી હતી અને આજે બપોર બાદ બંનેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે.

પિતા-પુત્રને અલગ અલગ લોકઅપમાં રખાયા
ગુરુવારે રાત્રે આરોપી પિતા-પુત્રને અલગ અલગ લોકઅપમાં રખાયા છે.  કૌભાંડી પ્રજ્ઞેશ ગોતાને સરખેજ પોલીસ મથકે રખાયો હતો જ્યારે  તેના નબીરા પુત્રને તથ્યને સેટેલાઈટ પોલીસ મથકે રખાયો હતો.
બંનેએ પિતા-પુત્રએ મીઠી નિંદર માણી
બીજી તરફ અકસ્માતમાં 10 નિર્દોષ વ્યક્તિના મોત બાદ તેમના પરિવારની શાંતિ હણાઇ ગઇ છે ત્યારે આરોપી પિતા-પુત્રએ ગુરુવારે રાત્રે લોકઅપમાં મીઠી નિંદર માણી હતી. પોલીસ સુત્રોએ માહિતી આપી હતી કે  નપાવટ તથ્ય તો પોલીસ લોકઅપમાં નસકોરા બોલાવતો સુતો હતો. એક તરફ મૃતકોના પરિવારોએ આખી રાત ઉજાગરો કર્યો હતો ત્યારે નપાવટ પિતા-પુત્ર નફ્ફટ બનીને લોકઅપમાં બિન્ધાસ્ત બનીને ભોજન કર્યું હતું અને ત્યારબાદ જાણે કંઇ જ બન્યું ના હોય તેમ લોકઅપમાં બંને જણા સુઇ ગયા હતા.
Advertisement
Tags :
Advertisement

.