Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરેન્દ્રનગરમાં પડી એવી વીજળી, એક યુવક અને 80 બકરાના થયા મોત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં કમોસમી વરસાદ પડતા વીજળી પડવાનો બનાવ બન્યો જે પછી સામે આવ્યું કે, આ વીજળી પડવાના કારણે અહીં એક શખ્સનું મોત થયું છે. તેટલું જ નહીં આ શખ્સ ઉપરાંત 80 જેટલા બકરાઓના પણ આ વીજળીના કારણે મોત થયા...
સુરેન્દ્રનગરમાં પડી એવી વીજળી  એક યુવક અને 80 બકરાના થયા મોત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં કમોસમી વરસાદ પડતા વીજળી પડવાનો બનાવ બન્યો જે પછી સામે આવ્યું કે, આ વીજળી પડવાના કારણે અહીં એક શખ્સનું મોત થયું છે. તેટલું જ નહીં આ શખ્સ ઉપરાંત 80 જેટલા બકરાઓના પણ આ વીજળીના કારણે મોત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, જે સમયે વરસાદ થઇ રહ્યો હતો તે દરમિયાન આ યુવક બકરાઓને ચરાવી રહ્યો હતો અને ત્યારે જ વીજળી પડી. મૃતક યુવકનું નામ ચેતન સેલાભાઇ ભરવાડ હોવાનું સામે આવ્યું છે જેની ઉંમર 25 વર્ષ હતી.

Advertisement

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં લોકો ઉનાળાની ઋતુમાં ચોમાસાનો અહેસાસ કરી રહ્યા છે. રાજ્યના લગભગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. વળી આજે બપોરના સમયે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં કડાકા અને ભડાકા સાથે વીજળી અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ સમય દરમિયાન ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વ્રજપરમાં એક પશુપાલક જસાપરની સીમમાં પોતાના બકરાઓ ચરાવી રહ્યો હતો. આ દરમિયાન જ અચાનક વીજળી પડતાં યુવાનનું મોત નીપજ્યું. વળી તે જે બકરાઓને ચરાવી રહ્યો હતો તે 80 થી વધુ બકરાના પણ મોત થયા હતા. કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે ફરી મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આપને જણાવી દઇએ કે, ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. એક તરફ ધાંગધ્રામાં ભરઉનાળે ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને ઉનાળુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો - સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો, ઉમરપાડા વાવાઝોડા સાથે વરસાદ,જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.