Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vivo T3 Ultra 5G: ભારતમાં થયો લોન્ચ, શાનદાર ફીચર્સ સાથે મળશે...

Vivoએ ભારતમાં વધુ એક ફોન લોન્ચ કર્યો આ ફોનમાં AIનું વધુ એક ફીચર્સ ઉમેરાયું સેલ્ફી અને વીડિયો કૉલિંગમાં 50MP કેમેરો Vivo એ ભારતમાં વધુ એક શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ચીની બ્રાન્ડનો આ ફોન Vivo V40 સિરીઝની ડિઝાઇનમાં આવે...
vivo t3 ultra 5g  ભારતમાં થયો લોન્ચ  શાનદાર ફીચર્સ સાથે મળશે
  • Vivoએ ભારતમાં વધુ એક ફોન લોન્ચ કર્યો
  • આ ફોનમાં AIનું વધુ એક ફીચર્સ ઉમેરાયું
  • સેલ્ફી અને વીડિયો કૉલિંગમાં 50MP કેમેરો

Vivo એ ભારતમાં વધુ એક શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ચીની બ્રાન્ડનો આ ફોન Vivo V40 સિરીઝની ડિઝાઇનમાં આવે છે. ફોનના ઘણા ફીચર્સ પણ આ સીરીઝના બંને મોડલ જેવા મળશે. કંપનીએ આ ફોનમાં MediaTek Dimensity 9200+ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે, જે AI ફીચરને સપોર્ટ કરે છે. વિવોએ આ ફોનમાં AI Eraser, AI Photo Enhance જેવા ફીચર્સ પણ આપ્યા છે.

Advertisement

Vivo T3 Ultraની જાણો કિંમત

આ Vivo સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 8GB RAM + 128GB, 8GB RAM + 256GB અને 12GB RAM + 256GB. આ ફોનની શરૂઆતી કિંમત 31,999 રૂપિયા છે. તે જ સમયે, તેના અન્ય બે વેરિઅન્ટ અનુક્રમે રૂ. 33,999 અને રૂ. 35,999માં આવે છે. આ સ્માર્ટફોન બે રંગ વિકલ્પોમાં આવે છે - લુનર ગ્રે અને ફોરેસ્ટ ગ્રીન. આ સ્માર્ટફોનનું વેચાણ 19 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ તેમજ કંપનીની ઓફિશિયલ ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો પર આયોજિત કરવામાં આવશે. ફોનની ખરીદી પર તમને 3,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 3,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે.

Advertisement

આ પણ  વાંચો -iPhone 16 લોન્ચ થતાં જ Apple એ યુઝર્સને આપ્યો ઝટકો,આ ત્રણ મોડલ કર્યા બંધ

Vivo T3 Ultra નું ફીચર્સ

Vivoનો આ મિડ-બજેટ સ્માર્ટફોન OnePlus, Samsung જેવી બ્રાન્ડના ફોનને ટક્કર આપવા જઈ રહ્યો છે. તેમાં 6.78 ઇંચની 3D વક્ર AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1.5K એટલે કે 2800 x 1260 પિક્સેલ્સ છે. ફોનનું ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. આ ફોનમાં 1.07 અબજ રંગો હશે અને તે Android 14 પર આધારિત FuntouchOS 14 પર કામ કરે છે.

Advertisement

આ પણ  વાંચો -Recharge plan: Airtel અને Jio આપી રહ્યા છે આ ધમાકેદાર ઓફર

સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 50MP કેમેરો

આ ફોનમાં MediaTek Dimensity 9200+ પ્રોસેસર ઉપલબ્ધ છે, જે 12GB રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરશે. કંપનીનો દાવો છે કે આ ફોનનો AnTuTu બેન્ચમાર્કિંગ સ્કોર 16,00,000થી વધુ છે. તેમાં 5,500mAhની પાવરફુલ બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ ફીચર હશે. Vivo T3 Ultraના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 50MP નો Sony IMX921 પ્રાઇમરી કેમેરા હશે. આ સાથે 8MP અલ્ટ્રા વાઈડ કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ Vivo ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 50MP કેમેરા છે.

Tags :
Advertisement

.