ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગરમીથી બચાવી AC જેવી ઠંડી હવા આપશે આ સ્માર્ટ છત્રી, વાંચો અહેવાલ

દેશના ઘણા ભાગોમાં ખૂબ જ ભયંકર ગરમી પડી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને ઘણી જગ્યા ઉપર 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન થયું છે. આવા સમય દરમિયાન સરકાર દ્વારા પણ ખાસ તકેદારી લેવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. લોકો આ કાળઝાળ...
12:45 PM May 23, 2024 IST | Harsh Bhatt

દેશના ઘણા ભાગોમાં ખૂબ જ ભયંકર ગરમી પડી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને ઘણી જગ્યા ઉપર 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન થયું છે. આવા સમય દરમિયાન સરકાર દ્વારા પણ ખાસ તકેદારી લેવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે અલગ અલગ ઉપાયો અપનાવી રહ્યા છે. ત્યારે શું તમને ખબર છે કે, ચોમાસા વરસાદ સામે રક્ષણ આપતી છત્રી હવે AC જેવી ઠંડી હવા આપીને તમને ઉનાળામાં પણ રાહત આપી શકે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

સ્માર્ટ છત્રી આપશે AC જેવી ઠંડી હવા

માર્કેટમાં હવે આ સ્માર્ટ છત્રી આવી છે, જે તમને AC જેવી ઠંડી હવા આપે છે. આ સ્માર્ટ છત્રી છે જે સામાન્ય છત્રી કરતાં ઘણી સારી સુવિધાઓ સાથે આવે છે. તમે આ સ્માર્ટ છત્રી એમેઝોન પરથી MISTERBREEZE સન અમ્બ્રેલા ખરીદી શકો છો જેની કિંમત 11,573 રૂપિયા છે. પરંતુ તમે તેને બેંક ઑફર સાથે ઘણી સસ્તી કિંમતે ખરીદી શકો છો. આ ઉપરાંત, આ છત્રી તમને UVA અને UVB કિરણોથી પણ બચાવે છે. કંપનીએ આ સ્માર્ટ છત્રીની અંદર 3.25 ઇંચનો પંખો લગાવ્યો છે. આ ઉપરાંત તેમાં પાવરફુલ બેટરી પણ છે જેની મદદથી તમે તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે કામ કરે છે આ સ્માર્ટ છત્રી

હવે તમને મનમાં પ્રશ્ન થાય કે આ છત્રી કેવી રીતે ઠંડક આપે છે. તો તેમાં આપણને આ ઠંડી હવા એક પંખાના દ્વારા આપવામાં આવે છે. આ સ્માર્ટ છત્રીમાં તમને એક શક્તિશાળી પંખો જોવા મળશે, જેને તમે બટનની મદદથી નિયંત્રિત કરી શકો છો. સ્માર્ટ અમ્બ્રેલા ચાર્જ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. વધુમાં આ સ્માર્ટ છત્રીમાં પાણીની બોટલ પણ લગાવવામાં આવી છે. જે ચાલુ થવા પર પાણીનો છંટકાવ કરે છે, જેના કારણે આ છત્રી ઠંડી હવા આપે છે.

આ પણ વાંચો : WhatsApp માં આવી રહ્યું છે આ ધમાકેદાર ફિચર…!

Tags :
amazon productcool airheatwavesmart umbrellaSummerTechnologyumbrellaumbrella fanumbrella for summer
Next Article