Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SIM Card:સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાયા, જાણો Self KYC

નવા SIM Card ખરીદવાના નિયમો બદલાયા SIM Card હવે સંપૂર્ણ પેપરલેસ બન્યું સિમ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો તમે જાતે ચકાસી શકશો SIM card: SIM Card ખરીદવાના નિયમો થયો ફેરફાર છે. હવે યુઝર્સને Airtel,Jio,BSNLઅથવા VIનું નવું સિમ ખરીદવા માટે વધુ...
sim card સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાયા  જાણો self kyc
  • નવા SIM Card ખરીદવાના નિયમો બદલાયા
  • SIM Card હવે સંપૂર્ણ પેપરલેસ બન્યું
  • સિમ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો તમે જાતે ચકાસી શકશો

SIM card: SIM Card ખરીદવાના નિયમો થયો ફેરફાર છે. હવે યુઝર્સને Airtel,Jio,BSNLઅથવા VIનું નવું સિમ ખરીદવા માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ હવે તેને સંપૂર્ણપણે પેપરલેસ બનાવી દીધું છે. જો તમે હવે નવું સિમ કાર્ડ ખરીદવા માંગો છો અથવા ઓપરેટર બદલવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે ટેલિકોમ કંપનીઓની ઓફિસની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. તમે તમારા સિમ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો જાતે ચકાસી શકશો.

Advertisement

ડિજિટલ ઈન્ડિયા હેઠળ સંપૂર્ણ પેપરલેસ કરાયું

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા સિમ કાર્ડ માટેના નવા નિયમોની જાહેરાત કરી છે. સાથે જ યુઝર્સને નવું સિમ કાર્ડ ખરીદતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગનો આ નવો નિયમ યુઝર્સના અંગત દસ્તાવેજો સાથે છેતરપિંડી રોકવા માટે છે. તેમજ ડિજિટલ ઈન્ડિયા હેઠળ સંપૂર્ણ પેપરલેસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

આ પણ  વાંચો -ધરતીને મળશે નવો ચંદ્ર! શું Mini Moon ને ભારતથી જોઈ શકાશે?

Advertisement

SIM Card નવા  નિયમો

દૂરસંચાર વિભાગે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે મોટા ટેલિકોમ સુધારાઓ હાથ ધરતી વખતે, હવે વપરાશકર્તાઓ માટે e-KYC (Know Your Customer) સાથે સ્વ-KYC લાવવામાં આવ્યું છે.યુઝર્સે પોતાનો નંબર પ્રીપેડથી પોસ્ટપેડમાં બદલવા માટે ટેલિકોમ ઓપરેટર્સ પાસે જવું પડશે નહીં. વપરાશકર્તાઓ હવે OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડના આધારે સેવાનો લાભ લઈ શકશે.તમે કોઈપણ ફોટોકોપી અથવા દસ્તાવેજ શેર કર્યા વિના નવું સિમ કાર્ડ ખરીદી શકશો.ટેલિકોમ્યુનિકેશન વિભાગની આ સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા વપરાશકર્તાઓના દસ્તાવેજોનો દુરુપયોગ અટકાવશે.

Advertisement

e-KYC અને Self KYC શું છે?

e-KYC અને Self KYC શું છે? DoT એ KYC સુધારામાં આધાર આધારિત e-KYC,Self KYC અને OTP આધારિત સર્વિસ સ્વીચની સુવિધા રજૂ કરી છે. યુઝર્સ હવે નવું સિમ કાર્ડ ખરીદવા માટે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશે. ટેલિકોમ કંપનીઓ આધાર આધારિત પેપરલેસ વેરિફિકેશન ફીચરનો ઉપયોગ યુઝર્સના ડોક્યુમેન્ટ ચકાસવા માટે કરશે. આનો ખર્ચ માત્ર રૂ 1 (જીએસટી સહિત) થશે.

આ પણ  વાંચો -દરેક 90 સેકન્ડે ભૂકંપના આંચકા થવાથી 9 દિવસ ધરતી ધ્રુજી, જાણો રહસ્ય

ટેલિકોમ ઓપરેટરની ઓફિસમાં જવું પડશે નહીં

આટલું જ નહીં, દૂરસંચાર વિભાગે વપરાશકર્તાઓ માટે તેમના KYCની ઓનલાઈન ચકાસણી કરવા માટે સ Self KYC ની સુવિધા પણ શરૂ કરી છે. વપરાશકર્તાઓ DigiLockerનો ઉપયોગ કરીને તેમના KYCને જાતે જ ચકાસી શકશે. જો કોઈપણ યુઝર પોતાનો નંબર પ્રીપેડથી પોસ્ટપેડ અથવા પોસ્ટપેડથી પ્રીપેડમાં બદલવા માંગે છે, તો તેણે ટેલિકોમ ઓપરેટરની ઓફિસમાં જવું પડશે નહીં. તેઓ OTP આધારિત વેરિફિકેશન પ્રક્રિયા દ્વારા કનેક્શનને સ્વિચ કરી શકશે.

Tags :
Advertisement

.