Sim Card Rules:નવું સિમ કાર્ડ ખરીદતી વખતે સાવધાન! આવું કર્યું તો થશે 3 વર્ષની જેલ
- SIM કાર્ડ સંબંધિત નિયમો બદલાયા
- ખોટી રીતે ખરીદી પર 3 વર્ષની જેલ
- સાઈબર ફ્રોડ રોકવા માટે લાગુ કરવામાં આવ્યા
SIM Card Rules: સ્માર્ટફોન આપણા જીવનનો જરૂરી ભાગ બની ગયો છે, તેના વિના અમુક કલાક પસાર કરવા પણ અશક્ય થઈ ગયા છે. સિમ કાર્ડ વિના ફોન અધૂરો છે, સિમ વિના ફોન ચાલી શકતો નથી. દરમિયાન કાયદેસર સિમ કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. તાજેતરમાં જ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીએ સિમ કાર્ડ (SIM Card Rules)સાથે જોડાયેલા ઘણા ફેરફાર કર્યા છે. જેના વિશે તમારા માટે જાણવું જરૂરી છે. આ નવા પરિવર્તન સાઈબર ફ્રોડ રોકવા માટે લાગુ કરવામાં આવ્યા છે.
1. હવે સિમ કાર્ડ્સ માટે જરૂરી થયું આધાર વેરિફિકેશન
રિપોર્ટ અનુસાર હવે નવા સિમ કાર્ડના એક્ટિવેશન્સ માટે આધાર દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું જરૂરી થઈ ગયું છે.
2. સિમ વેચ્યા પહેલા રિટેલર્સે ફોલો કરવી પડશે આ પ્રોસેસ
સિમ કાર્ડ વેચવા માટે પણ સરકારે રિટેલર્સ માટે નવા નિયમ જારી કરી દીધા છે. હવે રિટેલર્સે આ પ્રક્રિયાનું પાલન કરીને જ સિમ કાર્ડ વેચવું પડશે. ગ્રાહકના નામે કેટલા સિમ કાર્ડ કનેક્શન છે, તેની તપાસ કરવી પડશે. સાથે જ જો ગ્રાહકે અલગ-અલગ નામથી કનેક્શન લીધા છે તો તેની પણ તપાસ હવે કરવામાં આવશે. આ સાથે જ ગ્રાહકના ફોટો પણ હવે 10 અલગ-અલગ એન્ગલથી લેવા પડશે.
સિમ વેચ્યા પહેલા રિટેલર્સે ફોલો કરવી પડશે આ પ્રોસેસ
સિમ કાર્ડ વેચવા માટે પણ સરકારે રિટેલર્સ માટે નવા નિયમ જારી કરી દીધા છે. હવે રિટેલર્સે આ પ્રક્રિયાનું પાલન કરીને જ સિમ કાર્ડ વેચવું પડશે. ગ્રાહકના નામે કેટલા સિમ કાર્ડ કનેક્શન છે, તેની તપાસ કરવી પડશે. સાથે જ જો ગ્રાહકે અલગ-અલગ નામથી કનેક્શન લીધા છે તો તેની પણ તપાસ હવે કરવામાં આવશે. આ સાથે જ ગ્રાહકના ફોટો પણ હવે 10 અલગ-અલગ એન્ગલથી લેવા પડશે.
આ પણ વાંચો -Tata Punch SUV:1 લાખ રૂપિયામાં તમારા હાથમાં હશે સૌથી વધુ વેચાતી કારની ચાવી!
આ રીતે ચેક કરો આધારથી કેટલા મોબાઈલ નંબર જોડાયેલા છે
- આ માટે સૌથી પહેલા Sancharsathi.gov.in પર જવું પડશે.
- હવે મોબાઈલ કનેક્શન વાળા ઓપ્શન પર ક્લિક કરો.
- હવે પોતાનો કોન્ટેક્ટ નંબર નાખો.
- તે બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. તે બાદ આધાર નંબરથી જોડાયેલા તમામ નંબર વેબસાઈટ પર જોવા મળશે.
- તે બાદ તમે તે નંબરોને રિપોર્ટ અને બ્લોક કરી શકો છો જે યુઝ કરી રહ્યાં નથી કે જેની તમને જરૂર નથી.
આ પણ વાંચો -Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone
3. 9 થી વધુ સિમ કાર્ડ હોવા પર 2 લાખનો દંડ
DoT નિયમો અનુસાર એક વ્યક્તિ પોતાના આધારથી માત્ર 9 સિમ ખરીદી શકે છે. 9થી વધુ સિમ કાર્ડ રાખવા પર પહેલી વખત ઉલ્લંઘન કરનાર પર 50,000 રૂપિયા અને વારંવાર ઉલ્લંઘન કરનાર માટે 2 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.
આ પણ વાંચો- Instagram:જ્યોતિષીની સલાહના ચક્કરમાં યુવતી લાગ્યો 60 લાખનો ચૂનો
ખોટી રીતે સિમ કાર્ડ લેવા પર ત્રણ વર્ષની જેલ
ખોટી રીતે સિમ કાર્ડ લેવા પર 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. દરમિયાન એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારા આધારથી કેટલા સિમ લિંક છે. જો તમે કોઈ સિમનો ઉપયોગ કરી રહ્યાં નથી તો તમે તેને ડિસકંટિન્યૂ કરી શકો છો.
આ પણ વાંચો -Instagram:જો વારેવારે આ ભૂલો કરતાં હોય તો થઈ જાવ સાવધાન!
આધારથી કેટલા સિમ લિંક તેની ડિટેલ જરૂર રાખો
તમારા આધારથી કેટલા સિમ લિંક છે તેની ડિટેલ જરૂર રાખો અને જે નંબર યુઝ કરી રહ્યાં નથી તેને તાત્કાલિક અનલિંક કરી શકો છો. તમે સેકન્ડ્સમાં આ કામ કરી શકો છો.