Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Samsung Galaxy A05 : સેમસંગનો સસ્તો ફોન લોન્ચ, મળશે 50MP કેમેરા-5000mAh બેટરી

અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ હેન્ડસેટ ઉત્પાદક સેમસંગે ગ્રાહકો માટે ભારતીય બજારમાં નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy A05 લોન્ચ કર્યો છે. આ ડિવાઈસના મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો Galaxy A05માં મીડિયાટેક પ્રોસેસર અને HD પ્લસ પેનલની સાથે પાવરફુલ બેટરી...
samsung galaxy a05   સેમસંગનો સસ્તો ફોન લોન્ચ  મળશે 50mp કેમેરા 5000mah બેટરી

અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ

Advertisement

હેન્ડસેટ ઉત્પાદક સેમસંગે ગ્રાહકો માટે ભારતીય બજારમાં નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy A05 લોન્ચ કર્યો છે. આ ડિવાઈસના મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો Galaxy A05માં મીડિયાટેક પ્રોસેસર અને HD પ્લસ પેનલની સાથે પાવરફુલ બેટરી છે.Samsung Galaxy A05ના એક મહિના પહેલા જ કંપનીએ Samsung Galaxy A05s લૉન્ચ કર્યો હતો, બંને મૉડલની ડિઝાઇન લગભગ સરખી છે પરંતુ ફિચર્સમાં ફરક હશે. ચાલો જાણીએ Galaxy A05 ની કિંમત અને આ હેન્ડસેટમાં કયા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે.ભારતમાં Samsung Galaxy A05 ની જાણો કિંમત

આ લેટેસ્ટ સેમસંગ મોબાઈલ ફોનના 4GB/64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9 હજાર 999 રૂપિયા છે, જ્યારે 6GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12 હજાર 499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે આ ઉપકરણને બ્લેક, લાઈટ ગ્રીન અને સિલ્વર રંગોમાં ખરીદી શકો છો.Samsung Galaxy A05 સ્પેસિફિકેશન્સ : ફીચર્સ જાણો

Advertisement

આ સેમસંગ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે છે જે 1600 X 720 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ બજેટ ફોનમાં MediaTek G85 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ 13 પર આધારિત વન UI 5.1 કોર ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ ફોનમાં સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે, સાથે 2-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 8-મેગાપિક્સલનો કૅમેરા સેન્સર આપવામાં આવ્યો છે.ફોનમાં લાઈફ લાવવા માટે 25 વોટ ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 5000 mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે, ડ્યુઅલ બેન્ડ Wi-Fi, 4G, GPS, બ્લૂટૂથ વર્ઝન 5.3, USB Type-C પોર્ટ ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે ઉપલબ્ધ છે.

Advertisement

આ પણ વાંચો -- Free Mobile Recharge : Paytm હોય કે PhonePe, દરેકે એપ્લિકેશન કાપે છે રૂપિયા, હવે આ એપ્સથી થશે ફ્રી રિચાર્જ

Tags :
Advertisement

.