Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Redmi: ઓછી કિંમતમાં લોન્ચ થયું રેડમીનું નવું સ્માર્ટ ટીવી, જાણો તમામ ફીચર્સ

Redmiએ ભારતમાં Smart TV કરી લોન્ચ 43-ઇંચ અને 55-ઇંચના બે મોડલ્સ કર્યા લોન્ચ ટીવીમાં 4K HDR ડિસ્પ્લેનો સમાવેશ કરાયો Redmi એ ભારતમાં Smart Fire TV 4K શ્રેણીમાં બે નવા મોડલ લોન્ચ કર્યા છે. રેડમી (Redmi )ની આ નવીનતમ સ્માર્ટ...
redmi  ઓછી કિંમતમાં લોન્ચ થયું રેડમીનું નવું સ્માર્ટ ટીવી  જાણો તમામ ફીચર્સ
  • Redmiએ ભારતમાં Smart TV કરી લોન્ચ
  • 43-ઇંચ અને 55-ઇંચના બે મોડલ્સ કર્યા લોન્ચ
  • ટીવીમાં 4K HDR ડિસ્પ્લેનો સમાવેશ કરાયો

Redmi એ ભારતમાં Smart Fire TV 4K શ્રેણીમાં બે નવા મોડલ લોન્ચ કર્યા છે. રેડમી (Redmi )ની આ નવીનતમ સ્માર્ટ સિરીઝ બે સ્ક્રીન સાઇઝમાં આવે છે - 43 ઇંચ અને 55 ઇંચ. કંપનીએ તેની સ્માર્ટ ટીવી સિરીઝમાં બેઝલ-લેસ ડિઝાઇન, 4K રિઝોલ્યુશન સાથે HDR ડિસ્પ્લે, MEMC ટેક્નોલોજી જેવી સુવિધાઓ આપી છે. રેડમીના આ નવા સ્માર્ટ ટીવીનું પ્રથમ વેચાણ 18 સપ્ટેમ્બરે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ તેમજ કંપનીની ઓફિશિયલ ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો પર કરવામાં આવશે. કંપની પ્રથમ સેલમાં આ સ્માર્ટ ટીવીની ખરીદી પર ઘણી મોટી ઑફર્સ પણ આપી રહી છે.

Advertisement

રેડમી સ્માર્ટ ફાયર ટીવીના ફીચર્સ

રેડમી (Redmi) ની આ સ્માર્ટ ટીવી સિરીઝ બેઝલ-લેસ ડિઝાઇન સાથે આવે છે. આ સ્માર્ટ ટીવીનું ડિસ્પ્લે 4K HDR ને સપોર્ટ કરે છે, જેના કારણે યુઝર્સને ઇમર્સિવ જોવાનો અનુભવ મળશે. કંપનીએ તેની સ્માર્ટ ટીવી સીરીઝમાં વિવિડ કલર, MEMC ટેક્નોલોજી જેવા ફીચર્સ આપ્યા છે. આ સ્માર્ટ ટીવીનું ડિસ્પ્લે રિઝોલ્યુશન 3840*2160 પિક્સલ છે અને તે 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

Advertisement

ઓડિયો 3D સાઉન્ડની સુવિધા

Redmi ની આ નવી સ્માર્ટ ટીવી સિરીઝના 43-ઇંચના મોડલમાં 24W સ્પીકર્સ છે, જ્યારે 55-ઇંચનું મૉડલ 30W સ્પીકર્સ સાથે આવે છે. તેમાં ડોલ્બી ઓડિયો, ડીટીએસ-એચડી અને ડીટીએસ વર્ચ્યુઅલ એક્સ, ઓડિયો માટે 3D સાઉન્ડ ઈફેક્ટ જેવી સુવિધાઓ પણ છે. કનેક્ટિવિટી માટે, આ સ્માર્ટ ટીવી સિરીઝમાં બ્લૂટૂથ V5.0,ડ્યુઅલ બેન્ડ Wi-Fi,HDMI 2.1 પોર્ટ, યુએસબી પોર્ટ જેવા ફીચર્સ છે.આ સ્માર્ટ ટીવી 64 બીટ ક્વાડ કોર પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 2GB રેમ અને 8GB ઇન્ટરનલ સ્ટોરેજનો સપોર્ટ છે. કંપનીએ આ ટીવીમાં Amazon Fire TV OS 7 નો ઉપયોગ કર્યો છે. તેના એપ સ્ટોર પર 12 હજારથી વધુ એપ્સ ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય આ સ્માર્ટ ટીવી સીરીઝમાં એલેક્સા વોઈસ ફીચર સાથેનું રીમોટ પણ ઉપલબ્ધ છે.

Advertisement
Tags :
Advertisement

.