Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાર કે બાઇક પાર્કિંગમાં મૂકતા પહેલા જાણી લો ગૂગલ મેપ્સની આ ટ્રિક! સેકન્ડોમાં તમે જાણી શકશો કે તે ક્યાં છે

સામાન્ય રીતે આપણને કાર હોય કે  બાઇકમાં  લોંગ ડ્રાઇવ પર  જવાની  મજા  આવતી હોય છે. તેમાં  પણ  ચોમાસામાં લોંગ ડ્રાઈવ પર  જવાની મજા તો ખૂબ  જ આવતી હોય છે. પરંતુ આજે જો સૌથી મોટી સમસ્યા હોય તો તે પાર્કિંગની છે. તેમ પણ  ખાસ કરીને જેઓ કાર પાર્ક કર્યા પછી ભૂલી જાય છે કે તે  કઈ  જગ્યાએ  પાર્ક  કરી હતી .જો તમે પણ તેમાંથી એક છો તો  હવે ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલ મેપ્સની એક એવી ટ્રિક છે, જેના દ્વારા તમન
કાર કે બાઇક પાર્કિંગમાં મૂકતા પહેલા જાણી લો ગૂગલ મેપ્સની આ ટ્રિક  સેકન્ડોમાં તમે જાણી શકશો કે તે ક્યાં છે
સામાન્ય રીતે આપણને કાર હોય કે  બાઇકમાં  લોંગ ડ્રાઇવ પર  જવાની  મજા  આવતી હોય છે. તેમાં  પણ  ચોમાસામાં લોંગ ડ્રાઈવ પર  જવાની મજા તો ખૂબ  જ આવતી હોય છે. પરંતુ આજે જો સૌથી મોટી સમસ્યા હોય તો તે પાર્કિંગની છે. તેમ પણ  ખાસ કરીને જેઓ કાર પાર્ક કર્યા પછી ભૂલી જાય છે કે તે  કઈ  જગ્યાએ  પાર્ક  કરી હતી .
જો તમે પણ તેમાંથી એક છો તો  હવે ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલ મેપ્સની એક એવી ટ્રિક છે, જેના દ્વારા તમને કાર હજારો વાહનોની વચ્ચે સેકન્ડોમાં સરળતાથી મળી જશે. ગૂગલ મેપ્સની એક ટ્રીક છે જે તમારા વતી પાર્કિંગ સ્પોટને યાદ રાખી શકે છે. તો  ચાલો  જાણીએ તેમના વિશે.
ગૂગલ મેપ્સ તમને પાર્કિંગ સ્પોટને પિન કરવા અને તેને સેવ કરવાનો રસ્તો પૂરો પાડે છે જેથી જ્યારે પણ તમે લોકેશન શોધવા માંગતા  હોવ છો ત્યારે તમે માત્ર લોકેશન શોધી શકો અને તે તમને સીધા તમારા વાહન પર લઈ જશે. 

ગૂગલ મેપ્સ પર તમારું પાર્કિંગ સ્પોટ કેવી રીતે સેવ કરવું:
  •  સૌથી  પહેલા તમારી કાર પાર્ક કરીને પછી તેમ  Google Maps ખોલો.
  •  ત્યારબાદ મેપ્સમાં  વાદળી સ્થાન પર ક્લિક કરો જે તમારું સ્થાન બતાવે છે.
  •  જેમાં તમને ઘણા વિકલ્પો દેખાશે જે પોપ અપ થશે.તેમાં 'સેવ પાર્કિંગ' પસંદ કરો.
  •  હવે' જ્યારે પણ તમે આગળ Google મેપ્સ ખોલશો ત્યારે તમને સ્થળ પર લાલ માર્કર મળશે જે તમને તમારા વાહન તરફ જવા દોરશે.
Advertisement
Tags :
Advertisement

.