સરકારનાં આ નિર્ણયથી એરટેલ, BSNL, Jio અને Vi નાં કરોડો યુઝર્સ ખુશ!
- સરકારે મોબાઈલ યુઝર્સને કર્યા ખુશ
- કેન્દ્રીય ટેલિકોમ મંત્રી નવો લોગો લોન્ચ કર્યો
- નકલી અથવા Spam Callsની ઓળખ કરી છે
Spam Calls:સરકારે દેશના 120 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સને ખુશ કર્યા છે. સરકારે એરટેલ, BSNL, Jio અને Viના વપરાશકર્તાઓ માટે ઇન્ટરનેશનલ Spam Calls પ્રિવેન્શન સિસ્ટમ લાગુ કરી છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNLનો નવો લોગો લોન્ચ કરવાની સાથે આ માહિતી આપી છે. આ સિસ્ટમ લૉન્ચ થયાના માત્ર 24 કલાકની અંદર, ટેલિકોમ સર્વિસ ઓપરેટરોએ 1.35 કરોડથી વધુ આંતરરાષ્ટ્રીય કૉલ્સમાંથી નકલી અથવા Spam Callsની ઓળખ કરી છે અને તેમને બ્લોક કરવાનું કામ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય નકલી કોલ્સ પર બ્રેક
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT),ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા વિકસિત આ સિસ્ટમ, નેટવર્ક સ્તરે વપરાશકર્તાઓને આવતા નકલી આંતરરાષ્ટ્રીય કૉલ્સને અવરોધિત કરશે. તાજેતરમાં, ભારતીય મોબાઇલ નંબર્સ (+91-XXXXXXXXXX)નો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પુફ અથવા નકલી કોલ કરવાના ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા છે. આ કોલ ભારતમાંથી આવતા હોય તેવું લાગે છે, પરંતુ હેકર્સ વિદેશમાંથી આવા કોલ કરી રહ્યા છે. આ બધું હેકર્સ દ્વારા કોલિંગ લાઇન આઇડેન્ટિટી (CLI) સાથે ચેડાં કરીને કરવામાં આવી રહ્યું હતું.
Hon'ble Minister of Communications Sh @JM_Scindia launched BSNL's NEW LOGO, in the presence of Hon'ble MoS Dr @PemmasaniOnX
The new logo reflects BSNL's unwavering mission of "Connecting Bharat – Securely, Affordably, and Reliably” pic.twitter.com/IExoGXJGSR
— DoT India (@DoT_India) October 22, 2024
નવી સિસ્ટમ ઉપયોગી છે
સરકાર દ્વારા નવી સિસ્ટમના અમલને કારણે, વપરાશકર્તાઓને તેમના ફોન પર આંતરરાષ્ટ્રીય સ્પૂફ ઇનકમિંગ કૉલ્સથી મુક્તિ મળશે અને સાયબર છેતરપિંડીના બનાવોમાં મોટો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ ફેક કોલ અને મેસેજ પર પ્રતિબંધ મૂકવા માટે ટ્રાઈએ 1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કર્યા છે. આવી સ્થિતિમાં, ફોન પર આવતા અનવેરિફાઇડ માર્કેટિંગ કોલ્સ બ્લોક થઈ જશે.
મોબાઈલ ડિવાઈસના આઈએમઈઆઈ નંબર બ્લોક કરવામાં કરાયો
ટેલિકોમ્યુનિકેશન વિભાગ સતત આવા નકલી મોબાઈલ નંબરને બ્લોક કરી રહ્યું છે જેના દ્વારા યુઝર્સને છેતરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, ટેલિકોમ્યુનિકેશન વિભાગે થોડા મહિનામાં 1 કરોડથી વધુ સિમ કાર્ડ્સ બ્લોક કરી દીધા છે. આ ઉપરાંત સેંકડો મોબાઈલ ડિવાઈસના આઈએમઈઆઈ નંબર પણ બ્લોક કરવામાં આવ્યા છે.