ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતની સૌથી નાની E-Car, સિંગલ ચાર્જમાં દોડશે આટલા કિમી

MG Comet EV એ સૌથી નાની ઈલેક્ટ્રિક કાર બનાવી છે. MG Motor ની આ કાર ગુજરાતના હાલોલમાં આવેલા પ્લાન્ટમાં બની છે. MG Motorએ ભારતીય માર્કેટમાં આ પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર Comet EVને લોન્ચ કરી હતી. જોકે તેની કિંમત આવતીકાલે જાણવા...
08:14 PM Apr 25, 2023 IST | Viral Joshi

MG Comet EV એ સૌથી નાની ઈલેક્ટ્રિક કાર બનાવી છે. MG Motor ની આ કાર ગુજરાતના હાલોલમાં આવેલા પ્લાન્ટમાં બની છે. MG Motorએ ભારતીય માર્કેટમાં આ પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર Comet EVને લોન્ચ કરી હતી. જોકે તેની કિંમત આવતીકાલે જાણવા મળશે.

કારની ખાસિયત

Comet EV ભારતમાં જોવી મળતી સૌથી નાની કારમાંથી એક છે. આ પહેલા સૌથી નાની કારનું ટાઈટલ ટાટા નેનો પાસે હતું. ટાના નેનોની લંબાઈ લંબાઈ 3,099 mm હતી. કંપનીએ ગુજરાતમાં તેના હાલોલ પ્લાન્ટમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું છે.

બજેટ કાર તરીકે Comet EV દેશના ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. તે Tata Tiago EV, Tigor EV અને Citroen eC3 સાથે સીધી સ્પર્ધા કરશે. MG Comet EV 17.3 kWh બેટરી દ્વારા સંચાલિત છે. કંપનીનો દાવો છે કે આ કાર ફુલ ચાર્જ પર લગભગ 230 કિલોમીટરની રેન્જ કવર કરી શકે છે. દેશમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટાટાની Tiago EV છે, જેની કિંમત રૂ. 8.69 લાખ (એક્સ-શોરૂમ) છે. આવી સ્થિતિમાં, MG Comet EVની કિંમત ખરેખર ગેમ બદલી શકે છે.

આ પણ વાંચો : બિઝનેસ એન્વાયર્નમેન્ટમાં સિંગાપોરને ટક્કર આપે છે ભારત, 1 વર્ષમાં થયા મોટા સુધારા

Tags :
Electric CarIndiaMG Comet EVSmallest Electric CarTech Auto
Next Article