Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરમાં Wi-Fi Router લગાવવાનું વિચારો છો તો થઇ જજો સાવધાન! જાણો શું છે કારણ

આજે ઈન્ટરનેટ (Internet) મોટા ભાગના ઘરો સુધી પહોંચી ગયું છે. આજે લોકો એકબીજા સાથે કનેક્ટ રહેવા માટે અને ખાસ કરીને ઓફિસ (Office) ના કામને ઘરે બેઠા કરવા માટે પોતાના ઘરમાં જ ઈન્ટરનેટની સુવિધા (Facility of Internet) લાવી રહ્યા છે. ઘરના...
ઘરમાં wi fi router લગાવવાનું વિચારો છો તો થઇ જજો સાવધાન  જાણો શું છે કારણ

આજે ઈન્ટરનેટ (Internet) મોટા ભાગના ઘરો સુધી પહોંચી ગયું છે. આજે લોકો એકબીજા સાથે કનેક્ટ રહેવા માટે અને ખાસ કરીને ઓફિસ (Office) ના કામને ઘરે બેઠા કરવા માટે પોતાના ઘરમાં જ ઈન્ટરનેટની સુવિધા (Facility of Internet) લાવી રહ્યા છે. ઘરના તમામ સભ્ય આ ઈન્ટરનેટ (Internet) નો ઉપયોગ કરી શકે તે માટે ઘરમાં Wi-Fi રાઉટર (Wi-Fi Router) ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે. જો તમે પણ ઘરે ઈન્ટરનેટ ચલાવવા માટે આ ટેક્નોલોજી સાથેનું Wi-Fi રાઉટર ઓનલાઈન (Online) અથવા ઓફલાઈન (Offline) ખરીદવા જઈ રહ્યા છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. સરકારે તેના વેચાણ પર પ્રતિબંધ (Banned its Sale) મુક્યો છે. કેમ પ્રતિબંધ મુકવામાં આવ્યો આવો જાણીએ...

Advertisement

સરકારે વેચાણ પર મુક્યો પ્રતિબંધ

આજે મોટી સંખ્યામાં લોકો ઘરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે 6GHz સ્પેક્ટ્રમ બેન્ડવાળા રાઉટરનો ઉપયોગ કરી રહ્યાં છે, જે તમારી સમસ્યાઓ વધારી શકે છે. જણાવી દઇએ કે, હાલમાં, ભારતમાં માત્ર 2.4 GHz અને 5 GHz બેન્ડવાળા Wi-Fi રાઉટરને વેચાણ માટે પરવાનગી મળી છે. Wi-Fi 6E રાઉટર્સ ઉપરોક્ત એટલે કે 6 GHz સ્પેક્ટ્રમ બેન્ડને સપોર્ટ કરે છે. આ રાઉટર્સ ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon, Flipkart વગેરે પર સરળતાથી ઉપલબ્ધ છે. COAI એ પરવાનગી વિના આ નવી ટેક્નોલોજીવાળા રાઉટરના વેચાણ પર DoTને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે Wi-Fi 6E ટેક્નોલોજીવાળા રાઉટર્સ દેશમાં ઓફલાઈન અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચાઈ રહ્યા છે, જોકે સરકારે હજુ સુધી તેને વેચવાની પરવાનગી આપી નથી. એક અહેવાલ મુજબ, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડીયા જેવી મોટી ટેલિકોમ કંપનીઓએ પણ Amazon, Flipkart અને મોગલિક્સ જેવા વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ રાઉટર્સની ઉપલબ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ખૂબ ઝડપથી વેચાણ થઇ રહ્યું છે

હાલમાં દેશમાં માત્ર 2.4 GHz અને 5 GHz બેન્ડના વાઈ-ફાઈ રાઉટર વેચવાની પરવાનગી છે, પરંતુ હાલમાં ઘણા ઈ-કોમર્સ પ્લેટફોર્મ Wi-Fi 6E રાઉટર વેચી રહ્યા છે, જે 6 GHz સ્પેક્ટ્રમ બેન્ડ પર આધારિત છે. તમે તેને એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પરથી સરળતાથી ખરીદી શકો છો. COAIએ આ રાઉટરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનું કહ્યું છે. જોકે, દૂરસંચાર વિભાગે આ અંગે કોઈ નવી નીતિ જારી કરી નથી. આ સમગ્ર મામલે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, આવા રાઉટરનો ઉપયોગ કરીને અનેક અનધિકૃત ટ્રાન્સમિશન થઈ શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જે પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ તેને વેચે છે અને તે ખરીદનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - WhatsApp : હવે કોઈ તમારા સ્ટેટસને નજરઅંદાજ કરી શકશે નહીં

આ પણ વાંચો - WhatsApp Charge : WhatsApp નો મોટો નિર્ણય, હવે દરેક SMS પર લાગશે આટલો રૂપિયા ચાર્જ

Advertisement

Tags :
Advertisement

.