Google નો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો,જાણો કિંમત
- Googleનો પહેલો ફોલ્ડેબલ ફોન થયો લોન્ચ
- Google Pixel 9 Pro AI ફીચર્સ સાથે જોવા મળશે
- ગૂગલ પિક્સેલ 9 પ્રો ફોલ્ડના ફીચર્સ છે અદભૂત
Google Pixel 9 Pro Fold:ગૂગલે ભારતીય બજારમાં તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ગયા વર્ષે લોન્ચ થયેલો કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન Pixel Fold માત્ર યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. Googleના આ ફોલ્ડેબલ સ્માર્ટફોનને Pixel 9 Pro Fold નામ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં પિક્સેલ 9 સિરીઝના અન્ય ફોનની જેમ જ AI ફીચર્સ છે. ઉપરાંત, આ ફોલ્ડેબલ ફોન Tensor G4 પ્રોસેસર સાથે આવે છે.
Google Pixel 9 Pro Foldની ભારતમાં થયો લોન્ચ
Google Pixel 9 Pro Foldની ભારતમાં કિંમત ₹1,72,999 રાખવામાં આવી છે. આ ફોન Google's Tensor G4 પ્રોસેસર, 16GB RAM, અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. તેના ફોલ્ડેડ વિવિડ 6.3 ઇંચ કવર ડિસ્પ્લે અને 8 ઇંચની OLED ફોલ્ડેબલ ડિસ્પ્લે છે. આ ઉપરાંત, ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 10.5 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા, અને 10.8 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા છે.આ ફોન ખાસ કરીને AI ફીચર્સ અને અદ્યતન કેમેરા ટેક્નોલોજી માટે જાણીતો છે, અને ભારતમાં આ ગૂગલના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોનનું લોન્ચ છે. ફોનનું પ્રથમ વેચાણ 22 ઓગસ્ટે ફ્લિપકાર્ટ તેમજ ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ પર યોજાશે. ફોનનું પ્રી-બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે.
Joy from Disney and Pixar’s Inside Out will be landing on #Pixel9 Pro Fold in an upcoming Pixel Feature Drop to help your kids look at the camera when taking photos.¹ Check out all the colorful #MadeYouLook visuals soon.#MadeByGoogle pic.twitter.com/rhDJS3NAOc
— Made by Google (@madebygoogle) August 13, 2024
આ પણ વાંચો -FAKE CALLS વારંવાર કરે છે ડિસ્ટર્બ? ફોનમાં ઓન કરી દો આ ફીચર
ગૂગલ પિક્સેલ 9 પ્રો ફોલ્ડના જાણો ફીચર્સ
Pixel 9 Pro Foldમાં 8-inch LTPO OLED સુપર એક્ચ્યુઅલ ફ્લેક્સ ફોલ્ડેબલ ડિસ્પ્લે છે. તેમાં 6.3 ઇંચની OLED ડિસ્પ્લે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2700 nits સુધી છે અને તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2નું પ્રોટેક્શન મળી રહ્યું છે. Google Pixel 9 Pro Fold કેટલાક અત્યંત શક્તિશાળી ફીચર્સ સાથે આવે છે. તેમાં Google Tensor G4 ચિપસેટ છે, જે તેને ઝડપી અને અસરકારક બનાવે છે. આ ફોન 16GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે, જે તેને ભારે એપ્લિકેશન અને મલ્ટિટાસ્કિંગ માટે યોગ્ય બનાવે છે.
આ પણ વાંચો -કરોડો વર્ષો પહેલા મંગળ પર હતાં નદીઓ અને તળાવોના ભંડાર, મળ્યા પૂરાવા
ફોનમાં 48MP વાઇડ એંગલ, 10.5MP અલ્ટ્રા વાઇડ એંગલ, અને 10.8MP ટેલિફોટો કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. 5x ઓપ્ટિકલ ઝૂમ અને 20x સુપર રિઝોલ્યુશન ઝૂમ દ્વારા, તમે દૂરની ચીજો પણ સ્પષ્ટ રીતે કૅપ્ચર કરી શકો છો. કવર ડિસ્પ્લે અને મુખ્ય ડિસ્પ્લે બંને પર 10MP સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે. આ ફોનમાં 4,650mAh બેટરી છે, જે 45W વાયર્ડ ચાર્જિંગ અને Qi વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન Android 14 પર કામ કરે છે અને તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવા સુરક્ષા ફીચર્સ છે