Google ના CEO નું મોટા એલાન, AI ના કારણે બદલાઈ જશે એક્સપિરિયન્સ,આ રીતે કામ કરશે BARD
Google ના CEO સુંદર પીચાઈએ થોડા સમય પહેલા જ એઆઈને લઈને ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ હવે Google IO Event 2023માં આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગુગલના હવે ઘણા પ્રોડક્ટ્સમાં તમને AIનો સપોર્ટ જોવા મળશે.
AI snapshots
ગુગલ સર્ચનો ઉપયોગ તો આપણે બધા દરરોજ કંઈકને કંઈક સર્ચ કરવા માટે કરીએ છીએ પરંતુ હવે ગુગલ સર્ચને મોટુ અપડેટ મળવાનું છે જેને એઆઈ સ્નેપશોર્ટ કહેવામાં આવ્યું છે. આ નવા ફિચરને સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ નામ આપવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી તમને સર્ચ રિજલ્ટના ઉપર એઆઈ પાવર્ડ આંસર જોવા મળશે.
તમારા લોકોની જાણકારી માટે જણાવી દઈએ કે એઆઈ સ્નેપશોર્ટ ગુગલના લેંગ્વેજ મોડલનું અપડેટેડ વર્જન છે. જણાવી દઈએ કે આ નવું મોડલ ગુગલની 25 સર્વિસમાં મળશે જેમાં કપનીનું એઆઈ ચેટબોટ Bard પણ શામેલ છે.
ગુગલનું AI બોટ થયું દરેક માટે ઉપલબ્ધ
AI ચેટબોટને લઈને ગુગલે જાહેરાત કરી છે કે હવે આ ચેટબોટ દરેક માટે ઉપલબ્ધ છે. પછી તમે વેટલિસ્ટમાં શામેલ હોય કે નહીં. તે ઉપરાંત તમને નવો ડાર્ક મોડ અને વિઝુઅલ સર્ચ ફિચર મળશે.
એન્ડ્રોયડમાં મળશે AI પાવર્ડ કસ્ટમાઈઝ ઓપ્શન
ફક્ત ગુગલ સર્ચમાં જ એઆઈને એન્ટીગ્રેટ નથી કરવામાં આવી રહ્યું પરંતુ ગુગલે આ વાતની પણ જાહેરાત કરી છે કે કંપની એન્ડ્રોયડ યુઝર્સ માટે પણ નવા એઆઈ પાવર્ડ ફીચર્સને લઈને આવી રહી છે. તેમાંથી એક ફીચર હશે મેજીક કંપોઝ. તે ઉપરાંત તમે એઆઈની મદદથી પોતાનું વોલપેપર ક્રિએટ કરી શકશો.
Workspace Appsમાં આવશે Duet AI ફિચર
ગુગલ ઈવેન્ટમાં કંપનીએ પોતાના ઘણા ગુગલ વર્કસ્પેસ પ્રોડક્ટ્સ જેવા કે જીમેલ, ડોક્સ વગેરે માટે Duet AI ફિચરને લઈને આવવાની જાહેરાત કરી છે. તમે પણ જો મોબાઈલમાં જીમેલનો ઉપયોગ કરો છો તો ડુએટ એઆઈ ફિચર તમારા ઈમેલને એન્હાંસ કરવાનું કામ કરશે.
આ ફિચર તમારા પ્રોફેશનલ રિપ્લાય તૈયાર કરવામાં મદદ કરશે. તેની સાથે જ ગુગલે એ પણ જણાવ્યું છે કે કંપની આવા ફિચર્સ પર કામ કરી રહી છે જેની મદદથી અમુક સિંપલ કમાન્ડ દ્વારા પુરા ઈમેલને લખી શકાશે.
આ પણ વાંચો- શું WHATSAPP તમારી વાતો સાંભળે છે? એલોન મસ્કે પણ કહ્યું કે ભરોસો ના કરાય