Google નું AI Gemini વિવાદમાં સપડાયું, પીએમ મોદીને લઈ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
AI Gemini: અત્યારે પ્રધાનમંત્રી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ચર્ચામાં છે. Google પોતાના એઆઈ ટૂલ બોર્ડનું નામ બદલીને Gemini રાખ્યું છે. જે અત્યારે વિવાદનું કારણ બન્યું છે. અમુક તસ્વીરોને લઈને એલન મસ્ક પણ Gemini પાછળ હાથ ધોઈને પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ત્યાર બાદ કંપનીને ફોટો બનાવતા ફિચરને બંધ કરી દેવું પડ્યં હતું. આ દરિમયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને પણ Gemini વિવાદમાં સપડાયું છે. મળતી વિગતો પ્રમાણે Geminiએ પ્રધાનમંત્રી મોદીને ફાસીવાદી કહ્યા હતાં જેથી અત્યારે Google પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે.
Google હવે Gemini ને લઈને ફરી ગયું
ઉલ્લેખનીય છે કે, Gemini ના ફાસીવાદી વાળા જવાબને લઈને નોટિસ મળ્યા બાદ Google દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું કે, Gemini દરેક પ્રકારના જવાબ આપવામાં હંમેશા વિશ્વાસપાત્ર નથી હોતું. તેના પર દર વખતે તેના પર સંપૂર્ણ વિશ્વાસ ના કરવો જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે Gemini ના લોન્ચિંગ સમયે ગૂગલે કહ્યું હતું કે તે ખૂબ જ ભરોસાપાત્ર અને શ્રેષ્ઠ ટૂલ છે, પરંતુ એક વિવાદ પછી ગૂગલના શબ્દો બદલાઈ ગયા. ગૂગલના મતે, ચેટબોટ હંમેશા વર્તમાન બાબતો અને રાજકીય વિષયો પર સાચા જવાબો આપી શકતું નથી.
કેન્દ્રીય મંત્રાલયે Google ને આપી ચેતવણી
ભારતના કેન્દ્રીય ઈલેક્ટોનિક્સ અને પ્રૌદ્યોગિક રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગૂગલના Gemini દ્વારા પીએમ મોદીને લઈને આપેલા નિવેદન માટે શુક્રવારે મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, એઆઈ ટૂલ Gemini એ આપેલા જવાબ આઈટી નિયમો સાથે સાથે અપરાધિક સંહિતા અનેક નિયમોનું ઉલ્લંઘન છે. આના પર એક ઈ-મેઈલનો જવાબ આપતા Google ના પ્રવક્તાએ કહ્યું કે, ‘આ મામલાનો ઉકેલ શોધવા માટે અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. આ એક એવી બાબત છે જેના પર અમે લગાતાર સુધાર લાગવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
કઈ બાબતે થયો હતો આ વિવાદ?
વિસ્તારથી વાત કરવામાં આવે તો, એક યુઝરે ગૂગલના AI ચેટટૂલ જેમિનીને પૂછ્યું હતું કે શું નરેન્દ્ર મોદી ફાસીવાદી છે? આ પ્રશ્નના જવાબમાં જેમિનીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા છે. તેમના પર આવી નીતિઓ લાગુ કરવાનો આરોપ છે. કેટલાક નિષ્ણાતોએ તેને ફાસીવાદી ગણાવ્યો છે. આ આરોપો ઘણા પાસાઓ પર આધારિત છે. આમાં ભાજપની હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, જેમિની પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. કારણ કે, જેમિનીએ મોદીને ફાસીવાદી કહ્યુ હતા, જો કે, આવો જ સવાલ અમેરિકાની પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ અને યુક્રેનના રાષ્ટ્રપતિને લઈને પૂછવામાં આવ્યો ત્યારે જેમિનીએ સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ