ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૂગલે હટાવી નાખી 3500 નકલી એપ, યુઝર્સના બચ્યા 12 હજાર કરોડ રૂપિયા

ગૂગલ હમેશા તેમના યુસર્સની ડેટા પ્રાઈવસી માટે પગલા લેતું આવ્યું છે. હાલ ગૂગલ નવા પ્રોએક્ટિવ ટૂલ્સના મદદથી પ્લે સ્ટોરના ફર્જી એપ્પ્સ સામે  લડી રહ્યું છે. તેના કારણે લગભગ 3500 સ્કેમ લેન્ડિંગ એપ્સ હટાવી દેવામાં આવી છે, જેના કારણે યુઝર્સના 12...
06:27 PM Oct 22, 2023 IST | Harsh Bhatt

ગૂગલ હમેશા તેમના યુસર્સની ડેટા પ્રાઈવસી માટે પગલા લેતું આવ્યું છે. હાલ ગૂગલ નવા પ્રોએક્ટિવ ટૂલ્સના મદદથી પ્લે સ્ટોરના ફર્જી એપ્પ્સ સામે  લડી રહ્યું છે. તેના કારણે લગભગ 3500 સ્કેમ લેન્ડિંગ એપ્સ હટાવી દેવામાં આવી છે, જેના કારણે યુઝર્સના 12 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. આજના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ મોબાઈલ અને કમ્પ્યુટર ઉપર નભેલો હોય છે. ત્યારે આવા સમયમાં ઓનલાઇન સિક્યોરિટીનો ખ્યાલ મનમાં રાખવો એ જરૂરી બની જાય છે.  દરેક યુઝર્સે એપ ડાઉનલોડ કરતાં પહેલા  એપ રેટિંગ, ડેવલપરની ક્વોલિટી, આઇકોન્સ અને એપ્સની પરવાનગીઓ પર ધ્યાન આપવું જોઈએ.

એપ્લિકેશન રેટિંગ પર ધ્યાન આપો

પહેલી વાત એ છે કે કોઈપણ એપને ઓફિશિયલ એપ સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. ઉપરાંત, એપને ડાઉનલોડ કરતા પહેલા તેના રેટિંગ પર ધ્યાન આપવું જોઈએ. મતલબ કે ઓછા રેટેડ એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ.

આઈકન અંગેનું ધ્યાન આપો

 બીજી વસ્તુ કે જે વપરાશકર્તાઓએ ધ્યાન આપવું જોઈએ તે તેનું આઈકન છે. જો આયકન એવું લાગે છે કે તે ઉતાવળમાં બનાવવામાં આવ્યું હતું, અથવા તે બાકીની એપ્લિકેશન સાથે બંધબેસતું નથી, તો તે માન્ય એપ્લિકેશન ન હોઈ શકે.

ડેવલોપર્સ 

એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલા તેના ડેવલોપર્સ અંગેની માહિતી  પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે વ્યાવસાયિક ડેવલોપર્સ વિગતોનું પ્રૂફરીડિંગ કરે છે. ઉપરાંત, વર્ણનમાં ભૂલો થવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, નકલી એપ્સની શક્યતાઓ પર અંકુશ લગાવી શકાય છે. રિપોર્ટ અનુસાર, ડેવલપર સારા છે કે નહીં તે જાણવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરી શકાય છે.

એપ્લિકેશન પરવાનગીઓ

એપ ડાઉનલોડ કર્યા પછી તેને પરવાનગી કોણે આપવી જોઈએ? આ વિશે ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે કેટલીકવાર એપ્લિકેશન પરવાનગીઓ તમારા ફોનને ખોટા હાથમાં પહોંચાડે છે.

આ પણ વાંચો - Cyber News : ચેતી જજો..! આ ખતરનાક એપ કેમેરાથી લઇ કોલ્સ સુધી રેકોર્ડ કરે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
cyber SecurityFAKE APPSgooglePLAY STOREUsers
Next Article