Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સરકારે Google Chrome યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી, આપી આ સૂચના

ભારત સરકારની કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) ગૂગલ ક્રોમ (Google Chrome) યૂઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. CERT-In એ કહ્યું છે કે, ગૂગલ ક્રોમના એક વર્ઝનમાં અનેક ત્રૂટિઓ છે જે યૂઝર્સની સિક્યોરિટિ માટે મોટો ખતરો થઈ શકે છે. ચેતવણી અનુસાર...
ભારત સરકારે google chrome યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી  આપી આ સૂચના

ભારત સરકારની કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) ગૂગલ ક્રોમ (Google Chrome) યૂઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. CERT-In એ કહ્યું છે કે, ગૂગલ ક્રોમના એક વર્ઝનમાં અનેક ત્રૂટિઓ છે જે યૂઝર્સની સિક્યોરિટિ માટે મોટો ખતરો થઈ શકે છે. ચેતવણી અનુસાર ક્રોમ યૂઝર્સને સિક્યોરિટિ સંબંધિત અનેક મુશ્કેલીઓ આવી શકે છે. યૂઝર્સના અંગત અને સંવેદનશીલ ડેટા ચોરી થઈ શકે છે. તેમાં ફિશિંગ એટેક, ડાટા બ્રીચ અને માલેવેયર ઈન્ફેક્શન સામેલ છે. એવામાં યૂઝર્સે એલર્ટ રહેવું જરૂરી છે.

Advertisement

ડેટા ચોરી થઈ શકે છે

Google Chrome માં અનેક સિક્યોરિટિ ત્રૂટિઓ છે જે કોઈ સાઈબર અટેકરને તમારા પીસીનો કંટ્રોલ આપી શકે છે. આ ત્રૂટિઓ પ્રોમ્પ્ટ, વેબ પેમેટ્સ એપીઆઈ, સ્વિફ્ટશેડર, વલ્કન, વીડિયો અને વેબઆરટીસીમાં સામેલ છે. એટેકર વીડિયોમાં હીપ બફર ઓવરફ્લો કે પીડીએફમાં એન્ટીજર ઓવરફ્લોનો પણ ફાયદો ઉઠાવી શકે છે. યૂઝર્સ માટે સૌથી ચિંતાજનક વાત તે છે કે અટેકર યૂઝરને કોઈ પણ માલિશસ વેબસાઈટ પર લઈ જાય છે જ્યાં જઈને સંવેદનશીલ ડેટા ચોરી થઈ શકે છે.

ક્યાં વર્ઝનમાં છે ત્રૂટિ? કેવી રીતે રાખશો સુરક્ષિત?

Linux અને Mac માટે 115.0.5790.170 ના પહેલાના વર્ઝન, વિંડોઝ માટે 115.0.5790.170/.171 ના પહેલાના વર્ઝનમાં ત્રૂટિઓ છે. તમારી સિસ્ટમની સુરક્ષા માટે CERT-In એ યૂઝર્સને ગુગલ ક્રોમના લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ રહેવાની સલાહ આપી છે. Google એ આ મુશ્કેલીને ઠીક કરવા માટે એક અપડેટ જાહેર કર્યું છે.

Advertisement

આ પણ વાંચો : GOOGLE એ લોન્ચ કર્યું એક શાનદાર ફીચર્સ, હવે GMAIL ની મોબાઈલ એપમાં મળશે આ ખાસ સુવિધા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.