Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફક્ત 50 રૂપિયામાં તમારા ઘરે PVC આધાર કાર્ડ મેળવો, આ છે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ

અહેવાલ - રવિ પટેલ વર્તમાન સમયમાં તમારું આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં સામાન્ય લોકોના અનેક જરૂરી કામોમાં અડચણ ઉભી થાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)...
ફક્ત 50 રૂપિયામાં તમારા ઘરે pvc આધાર કાર્ડ મેળવો  આ છે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ

અહેવાલ - રવિ પટેલ

Advertisement

વર્તમાન સમયમાં તમારું આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં સામાન્ય લોકોના અનેક જરૂરી કામોમાં અડચણ ઉભી થાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દેશના તમામ લોકો માટે 50 રૂપિયાની નજીવી ફીમાં PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવાનું શક્ય બનાવ્યું છે.તમને જણાવી દઈએ કે પીવીસી આધાર કાર્ડ પોલીવિનાઇલ ક્લોરાઇડમાંથી બનાવવામાં આવે છે અને તેમાં સુરક્ષિત QR કોડ, હોલોગ્રામ, નામ, ફોટો, જન્મ તારીખ અને અન્ય માહિતી હોય છે. PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઘરેથી સરળતાથી કરી શકાય છે.આવી રીતે ઓનલાઇન અરજી કરી શકો છો.1. સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે.2.આ પછી તમારે માય આધાર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.3.ત્યારપછી Order Aadhaar PVC કાર્ડનો વિકલ્પ પસંદ કરો.4.હવે તમારા આધાર કાર્ડમાં નોંધાયેલ 12 અંકનો નંબર દાખલ કરો.5.ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ OTP એન્ટર કરવાનો રહેશે.6.PVC આધાર કાર્ડનું પ્રીવ્યુ દેખાશે અને 50 રૂપિયા નેટ બેંકિંગ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવવાના રહેશે.7.તમારું PVC આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરના સરનામા પર પહોંચાડવામાં આવશે.આના પર વિશેષ ધ્યાન આપોજો કોઈ વ્યક્તિ PVC આધાર કાર્ડ માટે ઑફલાઇન અરજી કરવા માંગે છે, તો તેણે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને ફોર્મ ભરવું પડશે. આ સાથે 50 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે. કાર્ડ પાંચથી છ દિવસમાં ઘરના સરનામે મોકલવામાં આવશે, પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આધાર કાર્ડ વિના લોકો ઘણી સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી, શાળા કે કોલેજમાં પ્રવેશ, મુસાફરી અને બેંક ખાતું ખોલવા સહિત અનેક નાણાકીય વ્યવહારો કરી શકતા નથી. એટલા માટે આધાર કાર્ડને સુરક્ષિત રાખવું અથવા તે ખોવાઈ જવાની સ્થિતિમાં પીવીસી આધાર કાર્ડ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો - હવે વગર ઈન્ટરનેટે પણ થશે UPI પેમેન્ટ, આ છે આસાન રસ્તો

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.