Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BSNL Offer: આ દિવાળી પર BSNL લાવ્યું ધમાકેદાર ઓફર!

સરકારી ટેલિકોમ કંપની BSNLલોકોની વચ્ચે ચર્ચા રહી BSNL લઈને આવી આ જોરદાર ઑફર યુઝર્સ માટે એક જોરદાર ઑફર લઈને આવ્યુ BSNL Offer: છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારી ટેલિકોમ કંપની BSNLલોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ચુકી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ જેવી...
bsnl offer  આ દિવાળી પર bsnl લાવ્યું ધમાકેદાર ઓફર
  • સરકારી ટેલિકોમ કંપની BSNLલોકોની વચ્ચે ચર્ચા રહી
  • BSNL લઈને આવી આ જોરદાર ઑફર
  • યુઝર્સ માટે એક જોરદાર ઑફર લઈને આવ્યુ

BSNL Offer: છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારી ટેલિકોમ કંપની BSNLલોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ચુકી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ જેવી કે, Airtel, VIઅને jio ના રિચાર્જ પ્લાન મોંઘા થયા પછી બીએસએનએલે સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરતા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. બીએસએનએલ પાસે તમામ પ્રકારના યુઝર માટે પ્લાન છે ભલે તે પ્રીપેડ પ્લાન્સ હોય, પોસ્ટપેડ પ્લાન્સ હોય અથવા બ્રોડબ્રેન્ડ પ્લાન્સ હોય. બીએસએનએલ પાસે પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સ માટે ઘણા બધા પ્લાન્સ છે. હવે BSNL બ્રોડબેંડ યુઝર્સ માટે એક જોરદાર ઑફર (BSNL Offer)બહાર પાડી છે. BSNL ની આ નવી ઑફર એવા યુઝર માટે બેસ્ટ છે જેને વધુ ઈન્ટરનેટની જરૂર પડે છે. બીએસએનએલની નવી ઑફરમાં ડેટાની સાથે યુઝરને ઓટીટી એપ્સનું સબ્સ્કિપ્રશ્ન પણ આપવામાં આવે છે.

Advertisement

BSNL લાવ્યું ધમાકેદાર ઓફર

BSNL નો જે રિચાર્જ પ્લાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે BSNL ફાઈબર અલ્ટ્રા OTT નવો પ્લાન છે. સરકારી ટેલિકોમ કંપનીનો આ સૌથી મોટો અને સૌથી મોટો બ્રોડબેન્ડ પ્લાન છે. સૂચિમાં સૌથી મોંઘો પ્લાન હોવાને કારણે તે શ્રેષ્ઠ ઑફર્સ પણ આપે છે. આ બ્રોડબેન્ડની માસિક કિંમત 1799 રૂપિયા છે. આમાં તમને એટલી ફાસ્ટ ડેટા સ્પીડ મળે છે કે તમે ભારે કામ પણ કોઈપણ લેગ વગર પૂર્ણ કરી શકો છો.

આ પણ  વાંચો -WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર,યુઝર્સને મળશે ખાસ સુવિધા...

Advertisement

20Mbpsની સ્પીડથી ડેટાનો ઉપયોગ કરી શકશો

BSNL આ પ્લાનમાં યુઝર્સને 300Mbpsની ઝડપી સ્પીડ ઉપયોગ કરી શકેછે. તમને જણાવી દઈએ કે આ પ્લાન તે લોકો માટે ખૂબ જ શ્રેષ્ઠ છે જેમને અમર્યાદિત ડેટા જોઈએ છે કારણ કે BSNL યુઝર્સને દર મહિને કુલ 6500GB ઈન્ટરનેટ ડેટા પ્રદાન કરે છે. પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે જો તમારો 6500GB ડેટા ખતમ થઈ જાય તો પણ તમે 20Mbpsની સ્પીડથી ડેટાનો ઉપયોગ કરી શકશો.

આ પણ  વાંચો -ફોન, લેપટોપ્સ યુઝર્સ પર તોળાઈ રહ્યું છે જોખમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી

Advertisement

ઘણી OTT એપ્સ મફતમાં ઉપલબ્ધ હશે

BSNL આ પ્લાનમાં માત્ર તેના યુઝર્સને પૂરતો ડેટા જ નથી આપી રહ્યું પરંતુ તે ફ્રી OTT એપનું સબસ્ક્રિપ્શન પણ પ્રદાન કરે છે. BSNL તેના વપરાશકર્તાઓને Disney + Hotstar, YuppTV પેક (SonyLIV, ZEE5), Lionsgate Play, ShemarooMe અને EpicONનું મફત સબ્સ્ક્રિપ્શન ઑફર કરી રહ્યું છે. આ સાથે યુઝર્સને અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. કંપની ગ્રાહકોને કોલ કરવા માટે ફ્રી લેન્ડલાઈન કનેક્શન પણ આપી રહી છે.

Tags :
Advertisement

.