Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

4,000 Light Years પછી પૃથ્વી કેવી દેખાશે, તેની પ્રથમ ઝલક આવી સામે

સૂર્ય પણ 5 અબજ વર્ષ પછી આ સફેદ તારા જેવો દેખાશે આપણી Earth 6 અબજ વર્ષ પછી પણ જીવિત રહેશે કે નહીં ગુરુત્વાકર્ષણના કારણે તેનો આકાર વારંવાર બદલાઈ રહ્યો Astronomer Exoplanet Found : દરેક માનવ પોતાના ભવિષ્યની ચિંતા તેના...
4 000 light years પછી પૃથ્વી કેવી દેખાશે  તેની પ્રથમ ઝલક આવી સામે
  • સૂર્ય પણ 5 અબજ વર્ષ પછી આ સફેદ તારા જેવો દેખાશે
  • આપણી Earth 6 અબજ વર્ષ પછી પણ જીવિત રહેશે કે નહીં
  • ગુરુત્વાકર્ષણના કારણે તેનો આકાર વારંવાર બદલાઈ રહ્યો

Astronomer Exoplanet Found : દરેક માનવ પોતાના ભવિષ્યની ચિંતા તેના વર્તમાનમાં દરેક ક્ષણે કરતો હોય છે. તે ઉપરાંત તે પોતાના ભવિષ્યને વધુ ઉજવણ બનાવવા માટે તમામ શક્ય કાર્યો પણ કરે છે. તો કેટલીકવાર માનવ પોતાના જન્માક્ષરને જ્યોતિષને બતાવતા હોઈએ છીએ. ત્યારે જ્યોતિષ અગાઉની બનેલી ઘટનાઓ અને આવનારી ઘટનાઓની સંભાવના આપણી સામે રજૂ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજથી હજારો અને લાખો વર્ષો પછી Earth કેવી દેખાશે? ત્યારે પહેલીવાર Astronomer ને Earthની એક ઝલક મળી છે. જેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Advertisement

સૂર્ય પણ 5 અબજ વર્ષ પછી આ સફેદ તારા જેવો દેખાશે

Astronomer ને અવકાશમાં એક ગ્રહ મળી આવ્યો છે. તો Astronomer નું માનવું છે કે 8 અબજ વર્ષ પછી આપણી Earth પણ તેના જેવી જ દેખાશે. એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અનુસાર, KMT-2020-BLG-0414 નામનો આ ગ્રહ Earthથી 4,000 પ્રકાશ વર્ષ દૂર મળી આવ્યો છે. તે એક ખડકાળ ગ્રહ છે, જે સફેદ તારાની આસપાસ ફરે છે. આ તારો સૂર્યની જેમ ઝળહળતો છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આપણો સૂર્ય પણ 5 અબજ વર્ષ પછી આ સફેદ તારા જેવો દેખાશે અને સંકોચાઈને ઘણો નાનો થઈ જશે. તે પહેલા તે લાલ વિશાળ ગ્રહમાં ફેરવાઈ જશે. Astronomer નું આ સંશોધન નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયું છે.

આ પણ વાંચો: જેટમાં જો હવાની અંદર ઈંઘણ સમાપ્ત થઈ જાય, તો આવી રીતે ઈંઘણ ભરાય છે

Advertisement

આપણી Earth 6 અબજ વર્ષ પછી પણ જીવિત રહેશે કે નહીં

University of California San Diego ના રિસર્ચ ટીમના સભ્ય અને Astronomer Keming Zhang એ કહ્યું, અત્યારે અમારી પાસે કોઈ પુરાવા નથી કે આપણી Earth 6 અબજ વર્ષ પછી પણ જીવિત રહેશે કે નહીં. અથવા લાલ વિશાળ સૂર્ય તેને ગળી જશે કે નહીં. પરંતુ જો આવું થાય છે, તો તેના ઘણા સમય પહેલા Earth એટલી ગરમ થઈ જશે કે મહાસાગરોના પાણીનું બાષ્પીભવન થઈ જશે. Earth પર કોઈ પણ જીવ, વૃક્ષ કે છોડ બચશે નહીં. દરેક સજીવનો Earth પર નાશ થશે. Earth પણ આ ગ્રહની જેમ જ ખડકાળ બની જશે.

Advertisement

ગુરુત્વાકર્ષણના કારણે તેનો આકાર વારંવાર બદલાઈ રહ્યો

Astronomer એ આ ગ્રહને 2020 માં પ્રથમ વખત જોયો હતો. જ્યારે તે આપણી આકાશગંગાના કેન્દ્રમાં બિંદુની નજીક હતો અને 25,000 પ્રકાશવર્ષ દૂર સ્થિત તારાના પ્રકાશની સામેથી પસાર થયો હતો. પરંતુ ગુરુત્વાકર્ષણના કારણે તેનો આકાર વારંવાર બદલાઈ રહ્યો છે, જેના કારણે તેનું સ્વરૂપ અલગ થઈ ગયું છે. તે જે તારો પરિભ્રમણ કરી રહ્યો છે તે Earth કરતા બમણો મોટો છે. આ નક્ષત્રમાં બ્રાઉન ડ્વાર્ફ ગ્રહ પણ છે, જે ગુરુના વજન કરતાં 17 ગણો ભારે છે.

આ પણ વાંચો: ISRO કરશે શુક્ર ગ્રહના રહસ્યોને ઉજાગર! કેમ શુક્ર ગ્રહ પર છે ISRO ની નજર?

Tags :
Advertisement

.