Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Apple ની નવી વોચ આ વર્ષે મચાવી શકે છે ધૂમ, Features જાણી તમે પણ ચોંકી જશો

APPLE એક એવી બ્રાન્ડ છે કે જેના પ્રોડક્ટસની રાહ લોકો ખૂબ જ આતુરતાથી જોતા હોય છે. જ્યારે પણ તેની કોઈ નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે છે ત્યારે લોકો તેને ખરીદવા ખૂબ જ ઉત્સાહિત રહેતા હોય છે. હવે Apple Watch Ultra ના...
apple ની નવી વોચ આ વર્ષે મચાવી શકે છે ધૂમ  features જાણી તમે પણ ચોંકી જશો

APPLE એક એવી બ્રાન્ડ છે કે જેના પ્રોડક્ટસની રાહ લોકો ખૂબ જ આતુરતાથી જોતા હોય છે. જ્યારે પણ તેની કોઈ નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે છે ત્યારે લોકો તેને ખરીદવા ખૂબ જ ઉત્સાહિત રહેતા હોય છે. હવે Apple Watch Ultra ના આગામી GEN મોડલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા એવી વિગતો સામે આવી રહી હતી કે, Apple તેની નવી અલ્ટ્રા વોચ આ વર્ષે  લોન્ચ નહીં કરે.  પરંતુ પ્રાપ્ત અહેવાલ અનુસાર, Apple Watch Ultra 3 આ વર્ષે લોન્ચ થઈ શકે છે પરંતુ આ વખતે કંપની હાર્ડવેરમાં વધારે ફેરફાર નહીં કરે.

Advertisement

Apple Watch Ultra 3 ને લઈને જે નવા સમાચાર સામે આવી રહ્યા છે. તેના અનુસાર આ વર્ષે Apple Watch Ultra 2 ની સરખામણીમાં નાના હાર્ડવેર અપગ્રેડ જોવા મળી શકે છે. હાલના સમયની વાત કરીએ તો અત્યારે Apple Watch Ultra 2 હાલમાં Appleની સૌથી પ્રીમિયમ સ્માર્ટવોચ છે. તે એરોસ્પેસ-ગ્રેડ ટાઇટેનિયમ કેસ અને સેફાયર ક્રિસ્ટલ ગ્લાસ સાથે 1.92-ઇંચ OLED ડિસ્પ્લે સાથે આવે છે. ઘડિયાળની પીક બ્રાઇટનેસ 3,000 નિટ્સ સુધી જઈ શકે છે અને તે 36 કલાક સુધીની બેટરી લાઈફ સાથે આવે છે. ત્યારે તેના હવે ભવિષ્યના મોડેલમાં કંપની દ્વારા કેવા નવા ફેરફારો આવશે તેના કેટલીક વિગતો પણ શેર કરી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

Advertisement

  • DESIGN : Apple Watch Ultra 3 આ વર્ષે 3 નવી ડિઝાઇન સાથે આવી શકે છે, જેના માટે સૌ લોકો ઉત્સાહિત છે.
  • SENSORS : Apple પોતાની આગામી વોચમાં ઘણા નવા ફેરફાર કરી શકે છે તેમાં બ્લડ પ્રેશર સેન્સિંગ અને સ્લીપ એપનિયા ડિટેક્શન ફીચર્સ પણ ઉપલબ્ધ હોઈ શકે છે.
  • HARDWARE UPDATE : આ વોચમાં કેટલાક હાર્ડવેર અપગ્રેડ પણ જોવા મળી શકે છે. જોકે, એપલ અલ્ટ્રા મોડલ સિવાય આ વખતે લાઇનઅપના અન્ય મોડલના હાર્ડવેરમાં મોટો ફેરફાર જોવા મળશે. આ વર્ષે, 3જી GEN Apple Watch SE પણ લોન્ચ થવાની ધારણા છે.

આ પણ વાંચો : Psyche Satellite: પૃથ્વી પર આવ્યું Deep Space માંથી રહસ્યમય સિગ્નલ, NASA એ કર્યો દાવો

Advertisement
Tags :
Advertisement

.