સેમસંગ બાદ હવે APPLE પણ બનાવશે ફોલ્ડેબલ સ્માર્ટફોન
સ્માર્ટફોન વગર આપણા જીવનની કલ્પના કરવી એ હાલના સમયમાં અશક્ય છે. સવાર થી લઈને રાત્રિ સુધી આપણે ન કેટલી વખત આપણા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોઈશું. સ્માર્ટફોનની આટલી અગત્યતાના કારણે તેમાં નવા નવા ફીચર્સ અને અપડેટસ સતત આવતા રહે છે. હવે APPLE ના સ્માર્ટફોન એટલે IPHONE માં એક મોટો અને મઝેદાર ફેરફાર થવા માટે જઈ રહ્યો છે.
APPLE બનાવશે ફોલ્ડેબલ અને ફ્લિપ iPhone
આ દિવસોમાં બજારમાં ફ્લિપ અને ફોલ્ડેબલ સ્માર્ટફોનનો દબદબો છે. એક સમય માટે સેમસંગનો અર્થ ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન થતો હતો. ખરેખર, સેમસંગ દ્વારા પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સેમસંગે 5મી પેઢીના ફોલ્ડેબલ અને ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. પરંતુ આ એક પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટ હોત, જે સામાન્ય માણસની પહોંચથી દૂર હતું. પરંતુ હવે આ રેસમાં APPLE પણ જોડાવા જઈ રહી છે.
Apple ના ઉપકરણો પ્રારંભિક તબક્કામાં
પ્રાપ્ત અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે Apple ઓછામાં ઓછા બે ક્લેમશેલ-શૈલીના ફોલ્ડેબલ આઇફોન મોડલ્સના પ્રોટોટાઇપ બનાવી રહી છે. સેમસંગની ફ્લિપ સિરીઝમાં પણ આવું જ ફોર્મ ફેક્ટર જોવા મળે છે, જેના કારણે ફોનની સ્ક્રીન આડી ફોલ્ડ થાય છે. જો કે, Apple ના ઉપકરણો પ્રારંભિક તબક્કામાં હોય તેવું લાગે છે અને એવું માનવામાં આવે છે કે કંપની તેને આ વર્ષે અથવા આવતા વર્ષે મોટા પાયે ઉત્પાદન કરશે નહીં.
એવું પણ કહેવાય છે કે કંપની ફોલ્ડેબલ iPhone બનાવવાનું વિચારી રહી છે, જેમાં ડિવાઈસની બહાર ડિસ્પ્લે હશે અને જ્યારે ડિવાઈસ ફોલ્ડ થશે ત્યારે તે દેખાશે. જો કે, એપલ એન્જિનિયરોને તે મુશ્કેલ લાગ્યું કારણ કે તે તૂટી શકે છે. આ ઉપરાંત, કંપની એક ફોલ્ડેબલ આઇફોન પણ વિકસાવવા માંગે છે જે 'હાલના આઇફોન મોડલ્સ જેટલો પાતળો' હોય, પરંતુ આ પણ સમસ્યાનો સામનો કરી રહી છે કારણ કે બેટરીની સાઇઝ અને ડિસ્પ્લેના ઘટકો ઉપકરણની જાડાઈ વધારી રહ્યા છે.
ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોનના ભાવ ટૂંક સમયમાં નીચે આવી શકે
પરંતુ હવે ઘણા નવા ખેલાડીઓ ફોલ્ડેબલ અને ફ્લિપ માર્કેટમાં પ્રવેશ્યા છે, જે કદાચ સેમસંગની ઈજારાશાહીનો અંત લાવી શકે છે. ઉપરાંત, ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોનના આગમન સાથે, સામાન્ય સ્માર્ટફોનની ખરીદી ઘટી શકે છે, કારણ કે ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરાંત, બજારમાં વધતી સ્પર્ધાને કારણે, દરેક સ્માર્ટફોન બ્રાન્ડ ઓછી કિંમતે ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોનની બજાર કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો -- જે કોઈ કાર નિર્માતા કંપની ન કરી શકી તે Tata Motors એ કરી બતાવ્યું