Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Deepfake પર ભારત સરકારના કડક વલણ બાદ Google એ Youtube પર નવો નિયમ લાગુ કર્યો

Google હવે Deepfake નો સામનો કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા જઈ રહ્યું છે. સર્ચ એન્જિનના નિયમો કડક બનશે અને યુટ્યુબ પર કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓએ કોઈપણ AI-જનરેટેડ વિગતો જાહેર કરવી પડશે. Google એ કહ્યું કે, તે તેની પ્રાઈવસી પ્રક્રિયાનો ઉપયોગ કરીને...
deepfake પર ભારત સરકારના કડક વલણ બાદ google એ youtube પર નવો નિયમ લાગુ કર્યો

Google હવે Deepfake નો સામનો કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા જઈ રહ્યું છે. સર્ચ એન્જિનના નિયમો કડક બનશે અને યુટ્યુબ પર કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓએ કોઈપણ AI-જનરેટેડ વિગતો જાહેર કરવી પડશે. Google એ કહ્યું કે, તે તેની પ્રાઈવસી પ્રક્રિયાનો ઉપયોગ કરીને Youtube માંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને દૂર કરાશે. AI દ્વારા બનાવવામાં આવેલા Deepfake વીડિયો અને તસવીરો ચર્ચાનો વિષય બની ગઈ છે.

Advertisement

Deepfake મામલે Google પણ સખ્ત

ડીપફેક્સના વધતા જતા ખતરા અને ભારતના કડક વલણને પગલે ગૂગલે કહ્યું કે, Youtube પર કન્ટેન્ટ ક્રિએટર્સે હવે પોસ્ટ કરતા પહેલા કન્ટેન્ટમાં ઉપયોગમાં લેવાતા AI વિશે વિગતવાર માહિતી આપવી પડશે. એટલે કે, જો કોઈ કન્ટેન્ટ ક્રિએટર AIની મદદથી વીડિયો બનાવે છે, તો તેમણે એ જણાવવું પડશે કે તેઓએ AIની મદદથી કેવી રીતે ઉપયોગ કર્યો છે. વધુમાં ગૂગલે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ AI થી વીડિયો બનાવે છે અને તેને કોઈપણ માહિતી વગર પોસ્ટ કરવામાં આવે છે, તો YouTube તે વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવી દેશે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે ક્રિએટર્સે હવે AI રિલેટેડ કન્ટેન્ટ વિશે માહિતી આપવી પડશે.

અભિનેત્રીનો ડીપફેક વીડિયો થયો હતો વાયરલ

અગાઉ, અભિનેત્રી રશ્મિકા મંદન્નાના ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ સરકાર એક્શન મોડમાં આવી હતી. આ પછી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ડીપફેક સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. જણાવી દઈએ કે વીડિયોમાં વ્યક્તિના ચહેરા અથવા શરીરને ડિજિટલ રીતે બદલવાને ડીપફેક કહેવામાં આવે છે. મશીન લર્નિંગ અને AI સાથે બનેલા આ વીડિયો સરળતાથી કોઈને પણ મૂર્ખ બનાવી શકે છે.

Advertisement

આ પણ વાંચો - TATA MEGA PLAN : હવે તમારા હાથમાં આવશે ભારતનો iPhone, 28000 લોકોને મળશે નોકરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.