Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Google એ કેમ ભારતના કહેવા પર 2500 એપ્સ પ્લે સ્ટોર પર રદ કરી ?

ભારત સરકારે ગૂગલના પ્લે સ્ટોર પરથી ફ્રોડ લોન એપ્સ હટાવી આધુનિક યુગમાં સાયબર ક્રાઈમ એક ગંભીર સમસ્યા છે. તેને રોકવા માટે સરકાર સતત નવા પગલા લઈ રહી છે. તેથી ભારત સરકારે ગૂગલના પ્લે સ્ટોર પરથી ફ્રોડ લોન એપ્સ હટાવવાની અપીલ...
08:07 PM Dec 19, 2023 IST | Aviraj Bagda

ભારત સરકારે ગૂગલના પ્લે સ્ટોર પરથી ફ્રોડ લોન એપ્સ હટાવી

આધુનિક યુગમાં સાયબર ક્રાઈમ એક ગંભીર સમસ્યા છે. તેને રોકવા માટે સરકાર સતત નવા પગલા લઈ રહી છે. તેથી ભારત સરકારે ગૂગલના પ્લે સ્ટોર પરથી ફ્રોડ લોન એપ્સ હટાવવાની અપીલ કરી હતી. આ અપીલ પર કાર્યવાહી કરતા ગૂગલે પ્લે સ્ટોર પરથી 2,500 થી વધુ ફ્રોડ લોન એપને હટાવી દીધી છે. આ કાર્યવાહી એપ્રિલ 2021 થી જુલાઈ 2022 વચ્ચે કરવામાં આવી છે. છેતરપિંડી લોન એપ્લિકેશન્સ સામાન્ય રીતે ઓછા વ્યાજ દરો અને સરળ લોનનું વચન આપે છે. પરંતુ આ એપ્સ દ્વારા લોકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતાં હતાં.

2500 જેટલી એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી થઈ બેન

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર આવી એપ્સ સામે કાર્યવાહી કરવાની સતત યોજના બનાવી રહી છે. કારણ કે આ એપ્સ લોન આપવાના નામે લોકોને છેતરતે છે. તે ઉપરાંત FSDC બેઠકમાં પણ આ કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. FSDC એક એવી સંસ્થા છે જે સાયબર સુરક્ષા પર કામ કરે છે. આ સંસ્થાએ આ મામલે સરકાર અને ગૂગલ વચ્ચે સહયોગની માંગ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, 'RBIએ સરકાર સાથે એપ્સની યાદી જાહેર કરી હતી. સરકારે આ યાદી ગૂગલ સાથે શેર કરી છે. આ જ કારણ છે કે ગૂગલે પ્લે સ્ટોર્સ પરથી 2,500 ફ્રોડ લોન એપ્સને હટાવવામાં આવી છે.

ગૂગલે લોન આપતી એપ્સની પોલિસી અપડેટ કરી

ગૂગલે લોન આપતી એપ્સની પોલિસી અપડેટ કરી છે. પ્લે સ્ટોર પર ઉપલબ્ધ તમામ લોન આપતી એપને આ નવી નીતિનું પાલન કરવું પડશે. જો કે ગૂગલે દ્વારા લગભગ 3500 લોન આપતી એપ્સ છેતરપિંડી કરી હતી. જેમાંથી 2500 જેટલી એપને તાત્કાલિક દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આધુનિક દુનિયામાં પ્રકૃતિના પતન માટે શું ઈન્ટરનેટ સ્પીટ જવાબદાર?

Tags :
apsbannedgoogleIndiangoogleplaystore
Next Article