Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Google ની આ સેવા થઇ જશે બંધ! કેમ લીધો નિર્ણય અને કોને થશે અસર?

Google: હાલમાં જ ગૂગલે તેનું ઓડિયો સ્ટ્રીમિંગ પોડકાસ્ટ પ્લેટફોર્મ હટાવી દીધું છે. એવામાં ગૂગલ તેની બીજી મોટી સર્વિસ પણ બંધ કરવા જઈ રહ્યું છે. જે Google One સાથે ઉપલબ્ધ VPN સર્વિસ છે. જે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક તરીકે ઓળખાય છે.  ...
11:18 AM Apr 13, 2024 IST | Hiren Dave
Google service

Google: હાલમાં જ ગૂગલે તેનું ઓડિયો સ્ટ્રીમિંગ પોડકાસ્ટ પ્લેટફોર્મ હટાવી દીધું છે. એવામાં ગૂગલ તેની બીજી મોટી સર્વિસ પણ બંધ કરવા જઈ રહ્યું છે. જે Google One સાથે ઉપલબ્ધ VPN સર્વિસ છે. જે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક તરીકે ઓળખાય છે.

 

VPN સર્વિસ શું છે?

વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ મોટાભાગે મોટી કંપનીઓ તેનો ડેટા સુરક્ષિત કરવા માટે કરે છે. આ એક એવી ટેક્નોલોજી છે જે અનસેફ નેટવર્કને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. એટલે કે વીપીએન કોઈપણ વ્યક્તિનું સ્થાન અને ઓળખ છુપાવવામાં મદદ કરે છે. વીપીએનનો ઉપયોગ કરીને, કોઈનું IP એડ્રેસ ટ્રેક કરી શકાતું નથી. જો તમે વીપીએનનો ઉપયોગ કરી રહ્યા છો તો કોઈ તમારું IP એડ્રેસ ટ્રૅક કરી શકશે નહીં. વીપીએનનો ઉપયોગ કરીને તમે તમારી ઓનલાઈન એક્ટીવીટી છુપાવી શકો છો.

સૌજન્ય google

સેવા બંધ કરવા અંગે ઈમેલ મોકલતી કંપનીઓ

ગૂગલે હવે આ સેવાને બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી હવે યુઝર્સને ઈમેલ દ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી રહી છે. જોકે, હાલમાં ગૂગલ દ્વારા આ સેવા બંધ કરવાની કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી. યુઝર્સ આ સેવાનો ઉપયોગ નથી કરી રહ્યા એટલે ગૂગલ આ સેવા બંધ કરવા જઈ રહ્યું છે.

 

કયા લોકો આ સેવા મળતી રહેશે?

Pixel VPN યુઝર્સ માટે આ સર્વિસ ચાલુ જ રહેશે. Google Pixel યુઝર્સ ને મફત વીપીએન સેવા આપે છે. યુઝર્સ Pixel ફોનના સેટિંગમાં જઈને ફ્રી VPN સર્વિસનો ઉપયોગ કરી શકે છે.તમને જણાવી દઈએ કે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં ગૂગલે તેના જીમેલના 10 વર્ષ જૂના ફીચરને બંધ કરવાની જાહેરાત કરી હતી.ગૂગલે જાન્યુઆરી 2024 માં Gmail ના મૂળભૂત HTML વ્યુને નિવૃત્ત કરી દીધું છે. જીમેલનું મૂળભૂત HTML વ્યુ યુઝર્સને અલગ રીતે ઈ-મેલ રજૂ કરે છે.આ મોડમાં સર્ચ, ઈમેજીસ,મેપ જેવી ગૂગલની એપ્સ જીમેલ પેજ પર જ સપોર્ટ કરે છે. HTML મોડ ધીમા ઈન્ટરનેટ કનેક્શન્સ અને જૂના બ્રાઉઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ મોડમાં, Gmail નાના ટેક્સ્ટમાં દેખાય છે. આ બહુ જૂનો મોડ છે જે હવે ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે.

 

ગૂગલ પોડકાસ્ટ ડેટા અને સબ્સ્ક્રિપ્શન કેવી રીતે ટ્રાન્સફર કરવું

 

આ  પણ  વાંચો  - iPhone Users : જો તમે iPhone યુઝર્સ છો તો આ સમાચાર તમારા માટે

આ  પણ  વાંચો  - WhatsApp : હવે કોઈ તમારા સ્ટેટસને નજરઅંદાજ કરી શકશે નહીં

આ  પણ  વાંચો  - OLA Solo : આ મજાક નથી, ડ્રાઈવર વિના ચાલશે આ સ્કૂટર, જુઓ Video

Tags :
closegooglegoogle oneGooglepodcastUsersVPN service
Next Article