Redmi એ 108MP કેમેરા વાળો સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ
Redmi એ ભારતમાં વધુ એક સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Xiaomiના 10 વર્ષ પૂરા થવા પર કંપનીએ Redmi નો આ બજેટ ફોન રજૂ કર્યો છે. વધુમાં કંપનીએ ઘણા વધુ IoT ઉત્પાદનો પણ રજૂ કર્યા છે. જેમાં પાવર બેંક, વેક્યૂમ ક્લીનર્સ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ અગાઉના મોડલ Redmi 12 5Gની સરખામણીમાં અપગ્રેડેડ હાર્ડવેર સાથે Redmi 13 5G રજૂ કર્યું છે. તેમાં 108MP કેમેરા સહિત ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
કિંમત કેટલી છે?
Redmi 13 5G ભારતમાં બે સ્ટોરેજ વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યું છે - 6GB RAM 128GB અને 8GB RAM 128GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટને 15,499 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. રેડમીના આ બજેટ સ્માર્ટફોનને હવાઈ બ્લુ, બ્લેક ડાયમંડ અને ઓર્કિડ પિંક કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.આ રેડમી ફોનનું ફરીદી કરવા માટે એમેઝોન પર 12 જુલાઈએ બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. આ સિવાય તેને Xiaomiની ઓફિશિયલ ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો દ્વારા ખરીદી શકાય છે. કંપની આ ફોનના પહેલા સેલમાં 1,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Redmi 13 5G પ્રોસેસર
આ રેડમી સ્માર્ટફોનમાં Octa Core Snapdragon 4 Gen 2 AE 4nm પ્રોસેસર છે. તેની સાથે Adreno 613 GPU આપવામાં આવ્યું છે. તેમાં 6GB/8GB LPDDR4X રેમ અને 128GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટોરેજ હશે. તેમાં 1TB સુધીનું માઈક્રોએસડી કાર્ડ ઈન્સ્ટોલ કરી શકાય છે. આ મોબાઈલ ફોન એન્ડ્રોઈડ 14 આધારિત હાઈપર ઓએસ પર કામ કરશે.
Redmi 13 5G નો કેમેરા સેટઅપ
રેડમી 13 5Gમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાથમિક કેમેરા 108MP છે, જે Samsung ISOCELL HM6 1/1.67 સેન્સર સાથે આવે છે. તેમાં 2MP મેક્રો સેન્સર છે. આ સ્માર્ટફોન 13MP સેલ્ફી કેમેરા સાથે આવે છે.
Redmi 13 5G બેટરી
Redmi 13 5G માં 5030mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ ઉપરાંત, તેમાં ઇન્ફ્રારેડ સેન્સર છે, જે ટીવી, એસી વગેરે માટે રિમોટની જેમ કામ કરે છે.
આ પણ વાંચો - તમારા WHATSAPP ઉપર આ નંબરથી આવે છે કોલ? તો રહેજો સાવધ
આ પણ વાંચો - CNG Bike : એકવાર ફ્યુલ ભરી દિલ્હીથી શિમલા સુધી કરો મુસાફરી
આ પણ વાંચો - CHATGPT : આ 5 AI Chatbot થી મળશે તમારા તમામ પ્રશ્નોના જવાબ