Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Perihelion Day: કેમ આજે પૃથ્વી સૂર્યની સૌથી નજીક પહોંચશે

Perihelion Day: આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે આજે પૃથ્વી અને સૂર્ય એકબીજાની ખૂબ નજીક આવશે. આ ખગોળીય ઘટનાને કારણે થાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે ઋતુઓ બદલાય છે. જો કે, શિયાળામાં પૃથ્વી સૂર્યથી દૂર...
06:55 PM Jan 03, 2024 IST | Aviraj Bagda
Why will the Earth get closest to the Sun today?

Perihelion Day: આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે આજે પૃથ્વી અને સૂર્ય એકબીજાની ખૂબ નજીક આવશે. આ ખગોળીય ઘટનાને કારણે થાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે ઋતુઓ બદલાય છે. જો કે, શિયાળામાં પૃથ્વી સૂર્યથી દૂર જોવા મળે છે અને ઉનાળામાં સૂર્યની નજીક આવે છે. પરંતુ આજે પૃથ્વી સૂર્યની સૌથી નજીક પહોંચશે. આ ખગોળીય ઘટનાને Perihelion Day કહેવામાં આવે છે.

ત્યારે શિયાળામાં પૃથ્વી સૂર્યની આટલી નજીક કેવી રીતે પહોંચે છે? પેરીહેલિયન કેમ થાય છે? સૂર્યની નજીક હોવાને કારણે પૃથ્વીનું વાતાવરણ કેમ બદલાતું નથી? વૈજ્ઞાનિકો માટે પણ આ ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત છે.

Why will the Earth get closest to the Sun today?

તો જ્યારે એફેલિયન થાય છે, ત્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ખુબ જ મહત્તમનું બને છે. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચેનું અંતર વધીને 152 મિલિયન કિલોમીટર થઈ જાય છે. Aphelion મોટે ભાગે જુલાઈ મહિનાની શરૂઆતમાં થાય છે. તો પેરીહેલિયન દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 147 મિલિયન કિલોમીટર હોય છે. જો કે પેરીહેલિયન જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં થાય છે.

અંતર કેટલું ઘટે છે

વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર લગભગ 93 મિલિયન માઈલ છે. પરંતુ Perihelion દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઘટીને લગભગ 91 મિલિયન માઈલ થઈ જાય છે. university of california Berkeley ના એક સંશોધનમાં સામે આવ્યું છે કે પેરીહેલિયન દરમિયાન સૂર્યપ્રકાશ લગભગ 7% વધુ તીવ્ર હોય છે.

પેરીહેલિયનની અસર

Perihelion શબ્દ ગ્રીક શબ્દ પેરી અને હેલીઓસ પરથી આવ્યો છે. પેરી એટલે નજીક અને હેલિઓસ એટલે સૂર્ય. પેરીહેલિયનની અસર ઋતુઓના લંબાવવાને કારણે જોવા મળતી હોય છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં શિયાળાનું પ્રમાણ ઓછો હોય છે.

આ પણ વાંચો: Ticket booking : હવે આ એપની મદદથી કરો ઈન્સ્ટન્ટ ટિકિટ બુક….

Tags :
EarthGreekGujaratFirstPerihelionPerihelion DayScienceSunwinter
Next Article