Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

iPhone 16 સીરીઝ મચાવશે ધમાલ, મળશે શાનદાર ફિચર્સ

iPhone 16 Series : ટેક દિગ્ગજ એપલ હવે ટૂંક સમયમાં પોતાનો નવો આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ Apple સપ્ટેમ્બર અને ડિસેમ્બર દરમિયાન iPhone 16 ની નવી સીરીઝ લૉન્ચ કરી શકે છે. લૉન્ચ પહેલા...
08:44 PM May 27, 2024 IST | Hiren Dave

iPhone 16 Series : ટેક દિગ્ગજ એપલ હવે ટૂંક સમયમાં પોતાનો નવો આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ Apple સપ્ટેમ્બર અને ડિસેમ્બર દરમિયાન iPhone 16 ની નવી સીરીઝ લૉન્ચ કરી શકે છે. લૉન્ચ પહેલા જ iPhone 16 સીરીઝની તમામ લીક થયેલી ડિટેલ્સ સામે આવવા લાગી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ વખતે આઇફોન 16 હેન્ડસેટની બંને બાજુએ ફિઝિકલ બટનના બદલે કેપેસિટીવ બટન આપવામાં આવી શકાય છે. આ સાથે હેન્ડસેટની ડિઝાઇન, કલર ઓપ્શન અને હાર્ડવેર સંબંધિત ઘણી ડિટેસ્સ પણ સામે આવી છે.

 

ટિપસ્ટર સોની ડિક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર iPhone 16 સીરીઝના ડમી યૂનિટ્સ શેર કર્યા છે, જે દર્શાવે છે કે આ નવી સીરીઝમાં ઘણા મોટા ફેરફારો થવાના છે. આ ડમીને જોતા તે દર્શાવે છે કે તેઓ પ્રથમ સીરીઝ કરતાં વધુ મોટી ડિસ્પ્લે ધરાવશે. આ સાથે iPhone 16 અને iPhone 16 Plusની કેમેરા સિસ્ટમને પણ રિડિઝાઈન કરવામાં આવી છે.

 

iPhone 16 સીરીઝની આ ડિટેલ્સ થઇ લીક

ઘણા રિપોર્ટ્સમાં પહેલાથી જ એ વાત સામે આવી છે કે આ વખતે iPhone 16ના બંને મોડલમાં iPhone X સીરિઝની જેમ વર્ટિકલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી શકે છે. આ સિવાય જો પ્રો મોડલ્સની વાત કરીએ તો તેમાં iPhone 15 Pro મોડલ્સની જેમ ત્રિપલ કેમેરા યૂનિટ સામેલ હોઈ શકે છે. ટિપસ્ટર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં આવનારા ચાર iPhonesની ડિસ્પ્લે સાઇઝનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

ટિપસ્ટરે કહ્યું છે કે, આગામી પ્રો મોડલ 6.1-ઇંચના કદને બદલે 6.3-ઇંચના કદના ડિસ્પ્લે સાથે આવશે. આ સિવાય 16 પ્રો મેક્સમાં 6.9-ઇંચની મોટી ડિસ્પ્લે હશે, જે પ્રો મેક્સની વર્તમાન 6.7-ઇંચની સાઇઝ કરતાં મોટી છે. આ સિવાય iPhone 16 અને 16 Plusની સ્ક્રીન એક જ સાઇઝમાં આવશે. આ સિવાય તમામ મોડલ્સની આસપાસ પાતળી બેઝલ્સ પણ મળી શકે છે.

આ  પણ  વાંચો - Kia Carnival : ભારતમાં લોન્ચ થશે આ ફેમિલી કાર,દમદાર એન્જીન સાથે મળશે ધાંસૂ ફિચર્સ

આ  પણ  વાંચો - ગરમીથી બચાવી AC જેવી ઠંડી હવા આપશે આ સ્માર્ટ છત્રી, વાંચો અહેવાલ

આ  પણ  વાંચો - WhatsApp માં આવી રહ્યું છે આ ધમાકેદાર ફિચર…!

Tags :
Dummy UnitsiPhoneIPhone 16IPhone 16 SeriesIPhone Dummy Units
Next Article