Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tata Group iPhone: ટાટા ગ્રૂપ iPhone ફેક્ટરીની સ્થાપના કરી કેવી રીતે ભારતીય રોજગારીમાં કરશે વધારો ?

iPhone ની સૌ પ્રથમ ફેક્ટરી ભારતના તમિલનાડુમાં બનશે ઓટોમોબાઈલથી લઈને સોફ્ટવેર સુધીનો બિઝનેસ કરતા ટાટા ગ્રુપે ભારતમાં iPhone એસેમ્બલ કરવા માટે સૌથી મોટી ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી છે. વિશ્વ લોકપ્રિય મોબાઈલ કંપની એપલ જે વિશ્વભરમાં મોટી સંખ્યામાં iPhone નું...
10:38 PM Dec 10, 2023 IST | Aviraj Bagda

iPhone ની સૌ પ્રથમ ફેક્ટરી ભારતના તમિલનાડુમાં બનશે

ઓટોમોબાઈલથી લઈને સોફ્ટવેર સુધીનો બિઝનેસ કરતા ટાટા ગ્રુપે ભારતમાં iPhone એસેમ્બલ કરવા માટે સૌથી મોટી ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી છે. વિશ્વ લોકપ્રિય મોબાઈલ કંપની એપલ જે વિશ્વભરમાં મોટી સંખ્યામાં iPhone નું ઉત્પાદન અને વેચાણ કરે છે, કારણ કે એપલ કંપની દ્વારા ચીનમાં iPhone નું ઉત્પાદન ઘટાડવાનું નક્કિ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની અંદર iPhone ના વેચાણમાં ઝડપથી વધારો થયો છે.

iPhone એ ચીનમાં તેનું ઉત્પાદન ઘટાડવાનું કર્યુ નક્કિ 

એક અહેવાલ પ્રમાણે ટાટા ગ્રુપ iPhone ઉત્પાદન કરતી ફેક્ટરી તમિલનાડુના હોસુરમાં બનાવવાની યોજના કરી રહી છે. આ યોજનાની શરુઆતમાં આશરે 50,000 જેટલા કામદારોને રોજગાર મળી શકે છે. આ ફેક્ટરીમાં 20 જેટલી એસેમ્બલી લાઇન હશે. તે 12 થી 18 મહિનામાં શરૂ થઈ શકશે. કારણ કે ટાટા ગ્રૂપ પાસે પહેલેથી જ વિસ્ટ્રોન પાસેથી એક iPhone ફેક્ટરી હસ્તક લેવામાં આવી છે. તે ઉપરાંત iPhone કંપની દ્વારા ભારત, થાઈલેન્ડ, મલેશિયા અને અન્ય કેટલાક દેશોમાં એસેમ્બલી અને કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સ સાથે વાતચીત શરૂ કરી છે.

ફોક્સકોનએ ભારતમાં 12 હજાર 500 કરોડનું કર્યું રોકાણ

તે ઉપરાંત ટાટા ગ્રુપે એપલ સાથે બિઝનેસ વધારવા માટે અન્ય કેટલાંક નિર્ણયો પણ લીધા છે. જો કે શરુઆતના તબક્કામાં તમિલનાડુમાં બનવા જઈ રહી ફેક્ટરીમાં આઇફોનના મેટલ કેસીંગ બનાવવામાં આવે છે. તેથી ટાટા ગ્રૂપે એપલ ઉત્પાદનોના વેચાણ માટે દેશમાં લગભગ 100 રિટેલ સ્ટોર્સ ખોલવાની પણ માહિતી આપી છે. તો બીજી તરફ તાજેતરમાં જ એપલે દેશમાં તેના બે સ્ટોર શરૂ કર્યા દીધા છે. તેની સાથે-સાથે કંપની સ્ટોર્સની સંખ્યામાં વધારો કરવાનો વિચાર કરી રહી છે. Apple ની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોન ભારતમાં $1.5 બિલિયન (આશરે રૂ. 12,500 કરોડ) નું રોકાણ કરવાનું નક્કિ કર્યું છે. તેના અંતર્ગત થોડા મહિના પહેલા ફોક્સકોન દ્વારા તમિલનાડુની ફેક્ટરીમાં કામદારોને તાલીમ આપવા માટે ચીની એન્જિનિયરોને પણ બોલાવવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો: APPLE ભારતમાં દર વર્ષે પાંચ કરોડ IPHONE બનાવશે, અમેરિકન કંપનીની દેશમાં વિસ્તરણની યોજના

Tags :
#indianappleAppleindianiPhoneTATATATAGroup
Next Article