ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Google એ Gemini AI કર્યું લોન્ચ,માણસોની જેમ વિચારતુ AI ટૂલ બનાવ્યું

ગૂગલની મૂળ કંપની Alphabetને Apple અને Metaને ટક્કર આપવા પોતાનું સક્ષમ અમે મોટું AI મોડેલ જેમિની લોન્ચ કર્યું. ગૂગલનું આ AI મોડેલ ખુબ જ એડવાન્સ છે. દુનિયાભરના Bard અને Pixel યુઝર્સ માટે Gemini AI ઉપલબ્ધ થયું છે. ગૂગલે તેના AI...
01:38 PM Dec 07, 2023 IST | Hiren Dave

ગૂગલની મૂળ કંપની Alphabetને Apple અને Metaને ટક્કર આપવા પોતાનું સક્ષમ અમે મોટું AI મોડેલ જેમિની લોન્ચ કર્યું. ગૂગલનું આ AI મોડેલ ખુબ જ એડવાન્સ છે. દુનિયાભરના Bard અને Pixel યુઝર્સ માટે Gemini AI ઉપલબ્ધ થયું છે. ગૂગલે તેના AI સંશોધન એકમો, ડીપમાઇન્ડ અને ગૂગલ બ્રેઈનને ડીપમાઇન્ડ નામના એક વિભાગમાં મર્જ કર્યા પછી આલ્ફાબેટનું પ્રથમ AI મોડલ છે, જેની દેખરેખ ડીપમાઇન્ડના સીઈઓ ડેમિસ હાસાબીસ દ્વારા કરવામાં આવી છે.

કરી શકશે મલ્ટીટાસ્કિંગ

જેમિની AIની વિશેષતા બાબતે કંપનીએ માહિતી આપી છે કે જેમિની AIને એક જ સમયે ઘણી રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે એક જ સમયે ટેક્સ્ટ, કોડ, ઑડિઓ, ઈમેજ અને વિડિયો જેવી વિવિધ પ્રકારની માહિતી પર કામ કરી શકે છે.

આ ડિવાઈસમાં પહેલા મળશે જેમિની AI

શરૂઆત Pixel 8 Proમાં જેમિની નેનોથી થશે. તેની મદદથી, રેકોર્ડર એપમાં સમરાઈઝ ફીચર અને જીબોર્ડ દ્વારા સ્માર્ટ રિપ્લાય કરી શકાય છે. સ્માર્ટ રિપ્લાયનું ફીચર વોટ્સએપથી શરૂ થશે. આ ઉપરનું વર્ઝન Gemini Pro હશે જેનો ઉપયોગ રોજિંદા ઉપયોગના મોટા ભાગના કાર્યો સરળતાથી પૂર્ણ કરવા માટે થઈ શકે છે. તેનું ટોપ વર્ઝન જેમિની અલ્ટ્રા હશે જેનો ઉપયોગ ખાસ અને ખૂબ જ જટિલ કાર્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. જેમિનીને સર્ચ, જાહેરાતો, ક્રોમ અને ડ્યુટી AI જેવી સેવાઓ માટે પણ ધીમે ધીમે રોલઆઉટ કરવામાં આવશે.

જેમિની AI અલગ અલગ વર્ઝનમાં જોવા મળશે

જેમિની 1.0ને અલગ અલગ સાઈઝ જેમકે અલ્ટ્રા, પ્રો, નેનો માટે ઓપ્ટીમાઈઝ કરવામાં આવ્યું છે. એટલે કે અલગ અલગ વર્ઝન વિભિન્ન ટાસ્કને પુરા કરશે. પિચાઈના જણાવ્યા અનુસાર, 'જેમિની યુગનું આ પ્રથમ મોડલ છે અને આ વિઝનને સાકાર કરવાની દિશામાં પહેલું પગલું આ વર્ષની શરૂઆતમાં ગૂગલ ડીપ માઇન્ડની રચના દ્વારા લેવામાં આવ્યું હતું. આ નવું મોડલ એક કંપની તરીકે અત્યાર સુધી હાથ ધરેલા સૌથી મોટા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ પ્રયાસો પૈકીનું એક છે.

AI કાયદા પર સમજૂતી ઈચ્છે છે યુરોપિયન સંઘ

ChatGPT જેવી સામાન્ય AI એપ્લિકેશન્સની દેખરેખ કેવી રીતે કરવી તે અંગે મહિનાઓની સખત વાટાઘાટો પછી, EU AI ને સંચાલિત કરવા માટેના નિયમો પર કરાર ઇચ્છે છે. EU વિશ્વના પ્રથમ AI કાયદાને મંજૂર કરવા માટે દોડધામ કરી રહ્યું છે, કારણ કે ગયા વર્ષે જ્યારે ChatGPT બોટ જાહેર થયું ત્યારે બધા ચકિત થયા હતા. જયારે ChatGPT સેકન્ડોમાં કવિતાઓ કે નિબંધ જનરેટ કરી આપવાની તેની ક્ષમતાથી લોકો ખુબ જ પ્રભાવિત હતા.

આ  પણ  વાંચો -90HZ ડિસ્પ્લે ધરાવતો પહેલો ફોન લૉન્ચ થયો, IPHONE જેવા ડાયનેમિક ફીચર્સ!

 

Tags :
AIChatGPTGeminigoogleOpenAItech newsTechnology
Next Article