Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Galaxy News: વર્ષો બાદ અંતરિક્ષ બે ગ્રહોના સાચા રંગ સામે આવ્યો

Galaxy News: આપણે સૌરમંડળના લગભગ તમામ ગ્રહોના રંગો વિશે જાણીએ છીએ. હવે બ્રિટિશ ખગોળશાસ્ત્રીઓના સંશોધનમાં એક નવું તારણ સામે આવ્યું છે. એવું બહાર આવ્યું છે કે સૌરમંડળમાં રહેલ ગ્રહો Neptune અને Uranus ના રંગ વિશેના આપણા વિચારો ખોટા છે. Galaxy...
galaxy news  વર્ષો બાદ અંતરિક્ષ બે ગ્રહોના સાચા રંગ સામે આવ્યો

Galaxy News: આપણે સૌરમંડળના લગભગ તમામ ગ્રહોના રંગો વિશે જાણીએ છીએ. હવે બ્રિટિશ ખગોળશાસ્ત્રીઓના સંશોધનમાં એક નવું તારણ સામે આવ્યું છે. એવું બહાર આવ્યું છે કે સૌરમંડળમાં રહેલ ગ્રહો Neptune અને Uranus ના રંગ વિશેના આપણા વિચારો ખોટા છે.

Advertisement

Galaxy News

1980 ના દાયકામાં આયોજિત Universe મિશન દ્વારા બંને ગ્રહોની તસવીરો જાહેર કરવામાં આવી હતી. Neptune નો રંગ ઘેરો વાદળી અને Uranus નો રંગ લીલો તરીકે માનવામાં આવ્યું હતું. પરંતુ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બંને ગ્રહોનો રંગ લીલો-વાદળી શેડ છે. આ બે ગ્રહોને Diamond Rain Planet પણ કહેવામાં આવે છે.

બંને ગ્રહોના રંગ

જો કે આ બંને Planet વિશાળ બરફના બનેલા છે. આ તારણ ત્યારે નક્કી કરવામાં આવ્યા હતા, જ્યારે આ બંને ગ્રહો પરના Temperature ની પરિસ્થિતિ દર્શાવતા ફોટો સામે આવ્યા હતા. આ કારણે તેનો મૂળ રંગ બદલાઈ ગયો છે. university of Edinburgh ના પ્રોફેસર કેથરિન હેમન્સે બીબીસી રેડિયોને કહ્યું કે, તેઓ આ ફોટો સાથે એવું કર્યું છે, જે આજના લોકો સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા પહેલા કરે છે.

Advertisement

Galaxy News

Galaxy News

કેવી રીતે રંગોમાં પરિવર્તન સામે આવ્યું

તેમણે વધુમાં કહ્યું કે, ' Neptune ના વાતાવરણમાં જે લક્ષણો આપણે જોઈ શકીએ છીએ તે દર્શાવવા માટે વાદળી રંગ ઘટ્ટ કરવામાં આવ્યો હતો. આ કારણે પહેલાનો ફોટો ખૂબ જ વાદળી દેખાય છે. પરંતુ નેપ્ચ્યુનનો રંગ વાસ્તવમાં Uranus જેવો જ છે.' સંશોધનનું નેતૃત્વ કરનાર oxford university ના પ્રોફેસર પેટ્રિક ઇરવિનના જણાવ્યા અનુસાર, ખગોળશાસ્ત્રીઓ લાંબા સમયથી જાણે છે કે બે Planet ના Photographs તેમના સાચા રંગને ચોક્કસ રીતે દર્શાવતા નથી.

Advertisement

તેમણે આગળ કહ્યું, 'તે સમયે ગ્રહોના વૈજ્ઞાનિકો માટે કૃત્રિમ રંગો જાણીતા હતા. આ સિવાય જ્યારે આ તસવીરો રિલીઝ થઈ ત્યારે કેપ્શનમાં પણ આ વાત લખવામાં આવી હતી. પરંતુ તે સમય જતાં આ પુરાવા ગાયબ થઈ ગયા છે.'

આ પણ વાંચો:

Tags :
Advertisement

.