Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Elon Musk News: હવે, યુઝર્સે Twitter લખવાનું ભૂલની, X.com લખવાની ટેવ પાડવી પડશે

Elon Musk News: આખરે ટેસ્લાના માલિક અને Twitter ના નવા CEO એ સંપૂર્ણ રીતે Twitter શબ્દને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની તમામ નેટવર્કિંગ સાઈટ પરથી નીસ્ત-ઓ-નાબૂદ કરી નાખ્યો છે. આ પહેલા જ્યારે તેમણે Twitter એટલે કે X ને ખરીદ્યું હતું, ત્યારે...
06:18 PM May 17, 2024 IST | Aviraj Bagda
Elon Musk News, Twittwe, X.com

Elon Musk News: આખરે ટેસ્લાના માલિક અને Twitter ના નવા CEO એ સંપૂર્ણ રીતે Twitter શબ્દને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની તમામ નેટવર્કિંગ સાઈટ પરથી નીસ્ત-ઓ-નાબૂદ કરી નાખ્યો છે. આ પહેલા જ્યારે તેમણે Twitter એટલે કે X ને ખરીદ્યું હતું, ત્યારે તેમણે માત્ર તેના ફિચર્સમાં ફેરફારો કર્યા હતા. ત્યારબાદ તેમણે સમય જતા તેમાં અવનવા ફેરફારો કરવા લાગ્યા.

સૌ પ્રથમ તેમણે Twitter નો આઈકોનનો ફોટો બદલ્યો હતો. ત્યારબાદ તેમણે 7 July, 2023 ના રોજ એપલીકેશન અને ડેસ્કટોપના વર્ઝનમાં તેનું નામ Twitter થી બદલી X કરી નાખ્યું હતું. ત્યારે આજરોજ તેમણે વધુ એક મોટો Twitter માં ફેરફાર કર્યો છે. તાજેતરમાં Elon Musk એ તેમના X પર સત્તાવાર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો: Airtel Recharge Hike : શું તમે Airtel ના યુઝર છો તો જાણી લો આ વાત

હવે ઉપયોગ કરતા યુઝર્સે Twitter.com નહીં

ત્યારે તેમણે જાહેર કરેલી પોસ્ટ મુજબ Twitter ના ડોમેનમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. હવે, કોઈ પણ સર્ચ બ્રાયુઝર્સ પર Twitter લખવાથી કોઈ રિઝલ્ટ જોવા મળશે નહીં. કારણ કે... તેમણે ડોમેનમાં Twitter નું નામ બદલીને X કરી નાખ્યું છે. તેથી હવે ઉપયોગ કરતા યુઝર્સે Twitter.com નહીં, માત્ર X.com જ લખવું. જોકે આ બદલાવથી યુઝર્સના ડેટા પ્રોટેક્શન અને સેટિંગ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: Iphone ને કંટ્રોલ કરો હવે ફક્ત તમારી આંખોથી, આ Feature બદલી દેશે તમારો Experience

તેમણે આ માટે કુલ 44 અરબ ડોલર ચૂકવ્યા હતા

જોકે Elon Musk એ X.com ને વર્ષ 2022 માં ખરીદ્યું હતું. ત્યારે તેમણે આ માટે કુલ 44 અરબ ડોલર ચૂકવ્યા હતા. ત્યાર બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બ્લૂ સબ્સક્રિપ્શનની શરૂઆત કરી હતી. તો હવે, કોઈ પણ વ્યક્તિ જે X નો ઉપયોગ કરતો હશે, તે પૈસા ચૂકવીને પોતાના નામની આગળ પૈસા ચૂકવીને બ્લૂ સબ્સક્રિપ્શન મેળવી શકે છે.

આ પણ વાંચો: Alert : સાયબર ક્રિમિનલ્સ અપનાવી રહ્યા છે રોજ નવી તરકીબો..!

Tags :
elon muskElon Musk NewstwitterTwitter.comXX.com
Next Article