ELON MUSK ની જાહેરાતથી Apple CEO TIM COOK નું ટેન્શન વધ્યું!
ELON MUSK : Apple અને ChatGPT નિર્માતા OpenAI વચ્ચેની પાર્ટનરશીપ બાદ ટેસ્લાના CEO અને X Elon Musk એ મોટી જાહેરાત કરી છે. ખરેખમાં, મસ્કે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કર્યું અને તેમની ભાગીદારી પર નારાજગી વ્યક્ત કરી. એટલું જ નહીં એલન મસ્કે તો ત્યાં સુધી કહ્યું છે કે તે તેની કંપનીમાં કામ કરતા લોકોના એપલ ડિવાઇસ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.
એલન મસ્કે કરી પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે એલન મસ્કએ લખ્યું કે Apple ઉપકરણો સાથે ChatGPTનો ઉપયોગ એક સુરક્ષા સમસ્યા છે. આ સ્વીકારી શકાય નહીં. જો Apple OS સ્તર પર OpenAI ને એકીકૃત કરે છે, તો મારી કંપનીમાં Apple ડિવાઇસના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે.
'એપલ એટલું સ્માર્ટ નથી.
Apple વિશે, એલન મસ્કએ કહ્યું કે Apple પોતાની AI બનાવવા માટે પૂરતી સ્માર્ટ નથી અને તે OpenAI સાથે ખાતરી કરી રહ્યું છે કે યૂઝર્સની સુરક્ષા અને ગોપનીયતાને કોઈ ખતરો નહીં હોય. આ સાથે એલન મસ્ક કહે છે કે એપલ પોતે પણ નથી જાણતી કે એકવાર OpenAI યૂઝરના ડેટા પર નિયંત્રણ મેળવી લે પછી શું થશે.Appleએ WWDC 2024માં તેના જનરેટિવ AI ટૂલ Apple Intelligenceની જાહેરાત કરી છે. એપલે તેના ઉપકરણોમાં AI સુવિધાઓને એકીકૃત કરવા OpenAIની મદદ લીધી છે. OpenAI નું જનરેટિવ AI ChatGPT એપલના ઉપકરણમાં એકીકૃત કરવામાં આવશે.
જાહેરાત કરતી એપલે શું કહ્યું ?
જોકે, આની જાહેરાત કરતી વખતે એપલે સ્પષ્ટ કર્યું હતું કે તેનું AI ટૂલ યુઝરની પ્રાઈવસી અને સિક્યોરિટીનું સંપૂર્ણ ધ્યાન રાખશે. આ ટૂલ યુઝર્સના કોઈપણ ઈ-મેઈલ કે પર્સનલ ચેટ્સને એક્સેસ કરશે નહીં. કંપનીએ વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે OpenAIના ChatGPT પર આધારિત Apple Intelligence iOS, macOS અને iPadOS માટે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવા OS અપગ્રેડ સાથે, વપરાશકર્તાઓને આ ઉપકરણોમાં Apple ઇન્ટેલિજન્સ મળવાનું શરૂ થશે.
આ પણ વાંચો - Apple WWDC : ભારતમાં આજે Apple ની મોટી ઇવેન્ટ, જાણો શું થશે લૉન્ચ
આ પણ વાંચો - Starlink Satellite Service: ભારતના આ પાડોશી દેશને આપી Elon Musk એ Satellite Internet ની સુવિધા
આ પણ વાંચો - X New Policy: એલન મસ્કે X પર પોર્નોગ્રાફીને આપી મંજૂરી, શું ભારતમાં X પર રોક મૂકવામાં આવશે?