Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Apple WWDC : ભારતમાં આજે Apple ની મોટી ઇવેન્ટ, જાણો શું થશે લૉન્ચ

Apple WWDC Event : ટેક જાયન્ટ એપલ તેની સૌથી મોટી ઈવેન્ટ વર્લ્ડવાઈડ ડેવલપર્સ કૉન્ફરન્સ (WWDC) આજે એટલે કે સોમવાર (10 જૂન) ના રોજ આયોજિત કરવા જઈ રહી છે. આજથી શરૂ થયેલો આ કાર્યક્રમ 14 જૂન સુધી ચાલશે. આ મોટી ઇવેન્ટમાં...
apple wwdc   ભારતમાં આજે apple ની મોટી ઇવેન્ટ  જાણો શું થશે લૉન્ચ

Apple WWDC Event : ટેક જાયન્ટ એપલ તેની સૌથી મોટી ઈવેન્ટ વર્લ્ડવાઈડ ડેવલપર્સ કૉન્ફરન્સ (WWDC) આજે એટલે કે સોમવાર (10 જૂન) ના રોજ આયોજિત કરવા જઈ રહી છે. આજથી શરૂ થયેલો આ કાર્યક્રમ 14 જૂન સુધી ચાલશે. આ મોટી ઇવેન્ટમાં કંપની દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. છેલ્લા 3 વર્ષથી આ ઈવેન્ટનું આયોજન માત્ર ઓનલાઈન કરવામાં આવે છે, પરંતુ આ વખતે તે મેદાન પર જ યોજાશે. જોકે, ઈવેન્ટનું પ્રસારણ ઓનલાઈન જ થશે.

Advertisement

ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ઇવેન્ટ ?

એપલની આ ઈવેન્ટ ક્યૂપરટિનો, કેલિફોર્નિયામાં આયોજિત કરવામાં આવશે. કંપનીની જાહેરાત અનુસાર, WWDC 2024 ભારતીય સમય અનુસાર 10 જૂને રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. એપલની ઓફિશિયલ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ દ્વારા દુનિયાભરના લોકો આ ઈવેન્ટમાં ઓનલાઈન જોડાઈ શકે છે. તમને ઇવેન્ટ સંબંધિત તમામ માહિતી developer.apple.com/wwdc24 પર મળશે. આ સિવાય એપલની સત્તાવાર ચેનલ પર લાઇવ કીનોટ્સની વિગતો પણ ઉપલબ્ધ થશે.

આ ઇવેન્ટથી એપલ લવર્સને શું છે આશા ?

છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ Apple ઇવેન્ટમાં સોફ્ટવેર સંબંધિત કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. આ સિવાય iOS 18 માટે ઘણા ખાસ અપડેટ્સ જોઈ શકાય છે. ચાલો જાણીએ કે આ ઇવેન્ટમાં કઈ મોટી વસ્તુઓ થવાની અપેક્ષા છે.

Advertisement

પાસવર્ડ્સ એપ

Apple WWDC 2024 ઇવેન્ટમાં ઘણા ખાસ અપડેટ્સ જાહેર થવાના છે. Apple એક પાસવર્ડ મેનેજર એપ પર કામ કરી રહ્યું છે જે iPhone અને MacBook માટે હશે. Appleની પાસવર્ડ મેનેજર એપનું નામ 'પાસવર્ડ્સ' હશે. આ એપ આવ્યા બાદ યૂઝર્સના ઘણા કામ આસાન થવા જઈ રહ્યા છે. એપથી કોઈપણ વેબસાઈટ અથવા સૉફ્ટવેર પર લૉગઈન પ્રક્રિયા સરળ બની જશે. કંપનીએ આ એપ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી, પરંતુ બ્લૂમબર્ગના માર્ક ગુરમેને પોતાના રિપોર્ટમાં આ એપ વિશે જણાવ્યું છે.

iOS 18 અને AI ફિચર્સ

Apple લાંબા સમયથી જનરેટિવ AI પર કામ કરી રહ્યું છે. આ ઇવેન્ટમાં કંપની iOS 18, iPadOS 18, watchOS માટે અપડેટ્સ અને લેટેસ્ટ એડિશન રજૂ કરી શકે છે. આ સિવાય એપલ ડેવલપર્સ અને તેમની એપ્સ અને ગેમ્સને સુધારવા માટે નવા ટૂલ્સ, ફ્રેમવર્ક અને ફિચર્સ રજૂ કરશે. આ વખતે સૌથી મોટી વાત એ છે કે એપલ એઆઈને લઈને કઈ મોટી જાહેરાત કરશે.

Advertisement

AI-પાવર્ડ ટ્રાન્સક્રિપ્શન

iOS 18 સાથે AI-સંચાલિત ટ્રાંસ્ક્રિપ્શન વૉઇસ મેમૉસ એપ્લિકેશનમાં મળી શકે છે, જે કન્ટેન્ટને રેકોર્ડ કરવાનું સરળ બનાવશે. ઈમોજી માટે એક નવું AI ટૂલ પણ હશે, જેનો ઉપયોગ કરીને યૂઝર્સ તેમની પસંદગી મુજબ iPhone પર કોઈપણ ઈમોજી જનરેટ કરી શકશે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ Apple ઇવેન્ટમાં સૉફ્ટવેર સંબંધિત કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. આ સિવાય iOS 18 માટે ઘણા અપડેટ્સ જોઈ શકાય છે.

આ પણ  વાંચો - Starlink Satellite Service: ભારતના આ પાડોશી દેશને આપી Elon Musk એ Satellite Internet ની સુવિધા

આ પણ  વાંચો - X New Policy: એલન મસ્કે X પર પોર્નોગ્રાફીને આપી મંજૂરી, શું ભારતમાં X પર રોક મૂકવામાં આવશે?

આ પણ  વાંચો - JIO : હવે કરો ફકત આટલાનું રિચાર્જ, મફતમાં મળશે 15 OTT APPS

Tags :
Advertisement

.