Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Apple iPhone 15 લૉન્ચ થયો, જાણો ભારતમાં કેટલી કિંમતે મળશે

વિશ્વભરમાં જાણીતી કંપની Appleએ ગઈકાલે iPhone 15 Pro અને iPhone 15 Pro Max લોન્ચ કર્યો હતો. કંપનીએ બંને ફોનના ડીઝાઇનથી લઈને ફીચર્સ સુધી તમામ બાબતો પર ફોકસ કર્યો છે. બંને ફોનમાં ટાઈટેનિયમ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે વધુ...
apple iphone 15 લૉન્ચ થયો  જાણો ભારતમાં કેટલી કિંમતે મળશે

વિશ્વભરમાં જાણીતી કંપની Appleએ ગઈકાલે iPhone 15 Pro અને iPhone 15 Pro Max લોન્ચ કર્યો હતો. કંપનીએ બંને ફોનના ડીઝાઇનથી લઈને ફીચર્સ સુધી તમામ બાબતો પર ફોકસ કર્યો છે. બંને ફોનમાં ટાઈટેનિયમ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે વધુ સારા કેમેરા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. પહેલીવાર Appleએ iPhoneમાં USB Type-C પોર્ટનો ઉપયોગ કર્યો છે, જેનો મતલબ છે કે હવે iPhone યુઝર્સ લેટેસ્ટ એન્ડ્રોઈડ ફોનના ચાર્જરથી પણ iPhone ચાર્જ કરી શકશે.

Advertisement

એક્શન બટન યુઝર્સને ઘણાં નવા એક્સેસ આપશે

Apple દ્વારા લોન્ચ કરવામાં આવેલા iPhone 15 Pro સિરીઝમાં એક્શન બટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે યુઝર્સને ઘણાં નવા એક્સેસ આપશે. આ એક બટનમાં ઘણાં કમાંડ સેટ કરી શકાશે. કંપનીનું માનવું છે કે આ ફોન યુઝર્સ માટે ઘણાં ઉપયોગી સાબિત થશે.

Advertisement

Advertisement

iPhone 15 Proના ફીચર્સ

Appleએ iPhone 15 Pro સિરીઝમાં બે હેન્ડસેટ લોન્ચ કર્યા છે અને બંને ફોનમાં સ્ક્રીન સાઈઝ અલગ-અલગ છે. iPhone 15 Proમાં 6.1 ઇંચનો ડિસ્પ્લે અને iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચનો સ્ક્રીન ડિસ્પ્લે છે. બંને હેન્ડસેટમાંમાં 120 Hzનો રિફ્રેશ રેટ મળશે જે વધુ સારો ગેમિંગ એક્સપીરિયંસ અને સ્ક્રોલિંગ એક્સપીરિયંસ આપે છે.

જબરદસ્ત કેમેરા સેટઅપ

iPhone 15 Pro સિરીઝમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઈમરી કેમેરા લેન્સ 48MPનો છે. આમાં 24 mm ફોકલ લેન્થ સાથે f/1.78 અપાર્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જબરદસ્ત કેમેરા સેટઅપ સાથે 2nd જનરેશન સેન્સર શિફ્ટ OIS આપવામાં આવ્યું છે. ઓપ્ટિકલ ઝૂમ સાથે ફોકસ માટે liDAr સ્કેનર પણ મળશે જે ઓછી લાઈટમાં પણ વધુ સારી ફોટોગ્રાફીનું ફીચર આપશે. બેક પેનલ પર અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા લેન્સ સાથે મેક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.

Appleએ નવી ઘડિયાળો પણ લૉન્ચ કરી

Appleએ નવી ઘડિયાળો પણ લૉન્ચ કરી છે, જેમાં Apple Watch Series 9 અને Apple Watch SE લૉન્ચ કરવામાં આવી છે. Apple Watch Series 9 સિરીઝમાં નવા S9 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સેકન્ડ જનરેશન અલ્ટ્રા-વાઈડબેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.એપલ વૉચમાં ડબલ ટૅપ ફીચર સામેલ કરવામાં આવ્યું છે, જે એકદમ અનોખું ફીચર છે. આ સાથે, વપરાશકર્તાઓ તર્જની અને અંગૂઠાને બે વાર ટેપ કરીને પસંદ કરેલ સુવિધાઓને નિયંત્રિત કરી શકે છે, જેમાં કૉલનો જવાબ આપવો અને ડિસ્કનેક્ટ કરવાનો સમાવેશ થાય છે. આ સ્માર્ટવોચ પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે.

iphone 15 Pro સિરીઝની શું છે કિંમતો

iPhone 15 Pro સિરીઝમાં બે મોડલ છે. iPhone 15 Proની શરૂઆતી કિંમત 999 ડોલર રાખવામાં આવી છે. જયારે iPhone 15 Pro Maxની કિંમત 1199 US ડોલર રાખવામાં આવી છે. જો કે અત્યાર સુધી ભારતમાં આ સિરીઝના બંને ફોનની કિંમત સામે આવી નથી.

આ  પણ  વાંચો -GOOGLE CHROME માં થવા જઇ રહ્યો છે આ ફેરફાર, તમે પણ જાણી લો

Tags :
Advertisement

.