Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુવકનું ભેદી સંજોગોમાં મોત, આરોપ જેના પર છે તેનું નામ સાંભળી ચોંકી જશો

યુવકનું ભેદી સંજોગોમાં મોત થતાં પોલીસએ તપાસ શરૂ કરીઉધના વિસ્તારના યુવકનું ભેદી સંજોગોમાં મોતચાર દિવસ અગાઉ યુવકને ત્રણ ઇસમોએ માર માર્યો હતોઉધનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે યુવક સારવાર માટે ખસેડાયો હતોસિવિલ હોસ્પિટલ ખાતે યુવકનું ફોરેન્સિક પીએમ કરાયુંપીએમ રિપોર્ટ પેન્ડિંગ રહેતા મોતનું રહસ્ય ઘેરું બન્યું મૃતક અબ્દુલ અજીજના છાતીના ભાગે ઇજાના નિશાન:સુત્રોઅબ્દુલ અજીજને મારà
06:03 AM Jan 10, 2023 IST | Vipul Pandya
  • યુવકનું ભેદી સંજોગોમાં મોત થતાં પોલીસએ તપાસ શરૂ કરી
  • ઉધના વિસ્તારના યુવકનું ભેદી સંજોગોમાં મોત
  • ચાર દિવસ અગાઉ યુવકને ત્રણ ઇસમોએ માર માર્યો હતો
  • ઉધનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે યુવક સારવાર માટે ખસેડાયો હતો
  • સિવિલ હોસ્પિટલ ખાતે યુવકનું ફોરેન્સિક પીએમ કરાયું
  • પીએમ રિપોર્ટ પેન્ડિંગ રહેતા મોતનું રહસ્ય ઘેરું બન્યું 
  • મૃતક અબ્દુલ અજીજના છાતીના ભાગે ઇજાના નિશાન:સુત્રો
  • અબ્દુલ અજીજને મારમારવામાં પત્ની અને બે કિન્નરો ઉપર આરોપ
  • સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમનો રેશિયો વધી રહ્યો છે. ત્યારે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડા માં માર મારી કરપીણ હત્યા કરવાની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં પોલીસ ક્રાઇમ રેટ ઘટાડવાના દાવા કરે છે ત્યાં શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેમાં પણ હત્યા જેવી ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે.આવી જ એક ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉધના વિસ્તારના યુવકનું વ્યારા ખાતે ભેદી સંજોગોમાં મોત નીપજ્યું હતું. ઉધના વિસ્તારમાં ચાર દિવસ અગાઉ યુવક ને બે ઇસમોએ માર મારતા વ્યારા પિયરે ગયેલી પત્ની પાસે ગયા બાદ રવિવારે મોતને ભેટયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત સિવિલ ખાતે યુવકનું પીએમ કરાયું હતું, પરંતુ પીએમ રિપોર્ટ પેન્ડિંગ રહેતા મોતનું રહસ્ય ઘેરું બન્યું છે.
પરિવાર પાસે થી મળતી માહિતી મુજબ ઉધના રોડ નં. ૦ ખાતે સંજયનગરમાં રહેતો અબ્દુલ અજીજ અબ્દુલ ગની શેખ (ઉં.વ. 45) મજૂરી કામ કરતો હતો. દરમિયાન રવિવારે વ્યારાની હોસ્પિટલમાં અબ્દુલ અજીજનું મોત થયું હોવાનું અને તેને બે ઇસમોએ માર માર્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે, યુવક ને માર મારતા મોત થયું હોવાની વરદી તાપી પોલીસે ઉધના પોલીસને આપી હતી. બનાવની તપાસ કરતા પીએસઆઈ એમ. કે. પરમારે જણાવ્યું હતું કે, પરિવારના આક્ષેપ મુજબ ગત તા. છઠ્ઠીએ અબ્દુલ અજીજને તેના ઘર પાસે રહેતા બે ઇસમોએ માર માર્યો હતો. ત્યારબાદ તેઓ તેને ઇજાગ્રસ્ત હાલતમાં વ્યારા ખાતે પિયરે ગયેલી પત્ની પાસે લઈ ગયા હતા. દરમિયાન રવિવારે તેનું મોત થયું હતું. પરિવારના સભ્યો અબ્દુલ અજીજને વ્યારાની હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ મામલે તાપી પોલીસ તરફથી ઉધના પોલીસને વરદી અપાઈ હતી. પરિવારના આક્ષેપને પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલમાં ખસેડાયો હતો.
તબીબી સૂત્રોએ કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતક અબ્દુલ અજીજના છાતીના ભાગે ઇજાના નિશાન દેખાયા હતા. પરંતુ તે ઇજાને લીધે તેનું મોત થયું હોવાનું લાગતું નથી. જેથી જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જણી શકાશે.
આ પણ વાંચો - રમતા રમતા બાળક ગળી ગયો 5 રૂપિયાનો સિક્કો અને પછી...

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
circumstancesGujaratFirstInvestigationMysteriousMysteriousCircumstancespolice
Next Article