Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાપડ વેપારીઓ સાથે છેતરપિંડી કરતી બંટી બબલી ગેંગની મહિલા મુંબઈથી ઝડપાઇ

સુરત શહેરના કાપડ ઉદ્યોગના વેપારીઓ સાથે છેતરપિંડી કરવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. આ પ્રકારની જ છેતરપિંડી કરનાર બંટી બબલી ગેંગના મુખ્ય સૂત્રધારની પત્ની નીલોફર શેખને સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડી છે. આ ટોળકી સામે સુરત શહેર ઉપરાંત અમદાવાદ તેમજ તમિલનાડુ અને રાજસ્થાનમાં પણ છેતરપિંડીની અલગ અલગ ફરિયાદો નોંધાઇ છે. સુરત શહેર ખાતે ૮૧ લાખ રૂપિયાથી વધુના માલની ખરીદી કà
કાપડ વેપારીઓ સાથે છેતરપિંડી કરતી બંટી બબલી ગેંગની મહિલા મુંબઈથી ઝડપાઇ
સુરત શહેરના કાપડ ઉદ્યોગના વેપારીઓ સાથે છેતરપિંડી કરવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. આ પ્રકારની જ છેતરપિંડી કરનાર બંટી બબલી ગેંગના મુખ્ય સૂત્રધારની પત્ની નીલોફર શેખને સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડી છે. આ ટોળકી સામે સુરત શહેર ઉપરાંત અમદાવાદ તેમજ તમિલનાડુ અને રાજસ્થાનમાં પણ છેતરપિંડીની અલગ અલગ ફરિયાદો નોંધાઇ છે. સુરત શહેર ખાતે ૮૧ લાખ રૂપિયાથી વધુના માલની ખરીદી કરીને નાણાં ન ચૂકવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે બંટી બબલી ગેંગની મહિલા સભ્ય નીલોફરની ધરપકડ કરાઈ છે.
આ ટોળકી સુરત ખાતે અવધ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન ખોલીને સુરતના અલગ-અલગ કાપડ વેપારીઓ સાથે સંપર્ક કરી, અમારું મુંબઈ ખાતે ખૂબ મોટું કામ છે, તમે અમારી સાથે વેપાર કરશો તો તમને ખૂબ મોટો નફો થશે તેવી લાલચ આપીને મોટી કિંમતનું કાપડ ખરીદી કરી શરૂઆતમાં થોડું પેમેન્ટ ચૂકવી દેતા હતા. જેથી કરીને વેપારી વિશ્વાસમાં આવી જાય ત્યારબાદ વધુ રકમનો માલ ઉધારીમાં મંગાવીને નાણાં ચૂકવ્યા વગર આ બંટી બબલી રફુચક્કર થઇ જતા હતા. જેને આધારે કાપડના વેપારીઓએ અલગ-અલગ ફરિયાદ નોંધાવીને કુલ 81 લાખ 77 હજારની છેતરપિંડી કરી હોવાની માહિતી રજૂ કરી હતી. આ ફરિયાદના આધારે સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં આ બંટી-બબલી ગેંગના મુખ્ય સાગરીત અખ્તર શેખની પત્ની નિલોફર શેખની મુંબઈના જોગેશ્વરી વેસ્ટ, અંબોલી ખાતેથી ધરપકડ કરીને સુરત લાવવામાં આવી છે.
આ બંટી-બબલી ગેંગ સુરતમાં બે કાપડ દલાલો મારફતે વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદતા હતા. ત્યારબાદ  વેપારીઓને વિશ્વાસમાં લઈને મોટી રકમની છેતરપીંડી કરીને નાસી જતાં હતાં. આ ગેંગ વિરુદ્ધ માત્ર સુરત જ નહીં અન્ય રાજ્યો રાજસ્થાન અને તામિલનાડુમાં પણ આ પ્રકારના કેસ નોંધાયા છે. હાલ સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા નિલોફરની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય પણ વેપારીઓને છેતરવામાં આવ્યા હોય તેવી માહિતી તપાસ માં બહાર આવે તેવી શકયતા જોવાઇ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.