Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં 17 વર્ષની તરૂણીને 4 સંતાનોના પિતા એવા વિધર્મીએ શું કર્યું કે મામલો પોલીસમાં પહોંચ્યો

સુરતમાં ૧૭ વર્ષની તરૂણીને વિધર્મી ભગાડી ગયોલાજપોર ગામની ઘટનાચાર સંતાનોના પિતાની કરતૂતહિન્દુ તરૂણીને વિધર્મી ભગાડી જતાં મામલો તંગલવજેહાદને પગલે પોલીસ એલર્ટવાતાવરણ બગડે નહીં તેની પર નજરસુરત પોલીસ પરિસ્થિતિ ઉપર નજર સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરીલવજેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે ત્યારે સુરત (Surat)ના છેવાડે આવેલા લાજપોર ગામમાં રહેતો વિધર્મી શખ્સ માત્ર ૧૭ વરà
સુરતમાં 17 વર્ષની તરૂણીને 4 સંતાનોના પિતા એવા વિધર્મીએ શું કર્યું કે મામલો પોલીસમાં પહોંચ્યો
  • સુરતમાં ૧૭ વર્ષની તરૂણીને વિધર્મી ભગાડી ગયો
  • લાજપોર ગામની ઘટના
  • ચાર સંતાનોના પિતાની કરતૂત
  • હિન્દુ તરૂણીને વિધર્મી ભગાડી જતાં મામલો તંગ
  • લવજેહાદને પગલે પોલીસ એલર્ટ
  • વાતાવરણ બગડે નહીં તેની પર નજર
  • સુરત પોલીસ પરિસ્થિતિ ઉપર નજર 
  • સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરી
લવજેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે ત્યારે સુરત (Surat)ના છેવાડે આવેલા લાજપોર ગામમાં રહેતો વિધર્મી શખ્સ માત્ર ૧૭ વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જતાં વાતાવરણ તંગ બની ગયું છે. સુરત પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

ચાર સંતાનોનો પિતા ભગાડી ગયો
સુરત શહેરનાં છેવાડે આવેલાં લાજપોર ગામમાં બજાર ફળિયામાં રહેતા શાહરૂખ ખાન તરીકે ગામમાં ઓળખાતા ચાર સંતાનોના પિતા  હમીદ મઢીએ ૧૭ વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી છે. માતા મૃત્યુ પામી હોવાથી કિશોરી ફોઇના ઘરે રહેતી હતી અને હોજીવાલા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં નોકરી કરતી હતી. હમીદ મઢી દરરોજ રીક્ષામાં તરૂણીને હોજીવાલા એસ્ટેટમાં મુકવા માટે જતો હતો અને રસ્તામાં વાતચીત કરવા સાથે તરૂણીને પ્રેમ જાળમાં ફસાવી હતી.  હમીદ મઢીએ પોતાની રીક્ષા વેચીને ઇકો કાર લીધી હતી.
પોલીસે તપાસ શરુ કરી
દરમિયાન હમીદ મઢી કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. આ મામલે તરૂણીની ફોઇએ જ સચીન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ હરકતમાં આવી હતી અને હમીદ મઢીના સંતાનો, મિત્રો તેમજ સગા સંબંધીઓની પુછપરછ કરી હતી પરંતુ હમીદ અને તરૂણીનો કોઇ પત્તો લાગ્યો ન હતો,જેથી પોલીસે લાજપોર ગામ માં તપાસનો ધમધમાટ જારી રાખ્યો છે. 
રિક્ષા મળી આવી
દરમિયાન હમીદ પોતાના મિત્રની જે રીક્ષા લઇ ગયો હતો તે સચીન-પારડી ગામેથી મળી આવતા પોલીસે તે કબજે લીધી હતી. હમીદ મઢીનાં ચાર સંતાનો છે તેમાં બે દીકરીના તો લગ્ન પણ થઇ ગયા છે. એક પુત્ર હોટલમાં કામ કરે છે. પોલીસે હમીદ વિરુદ્ધ અપહરણ અને એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે સૂત્રોના અનુસાર બંને રાજેસ્થાનના અજમેર માં હોવાનું જાણવા મળે છે અને જેથી પોલીસે એક ટીમ ત્યાં રવાના કરી છે.
Advertisement
Tags :
Advertisement

.