Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના સચિન વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને ફરતા આસમજીક તત્વો, સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં (Surat) ક્રાઈમ રેટ (Crime Rate) વધી રહ્યો છે. રાત પડતા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. શહેરભરમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. પોલીસ સ્ટેશન (Police Station) થોડે દૂર જ હતુ તેમ છતા જાહેરમાં તલવાર ઉછળી છે. સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેના કારણે પોલીસની (Police) કામગીરી ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. અસામાજિક તત્વો હથિયાર સાથે રોડ પર બેફામ રખડી રહ્યા છે.અંગત અદાવ
સુરતના સચિન વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને ફરતા આસમજીક તત્વો  સોશિયલ મીડિયામાં વાયરલ
સુરતમાં (Surat) ક્રાઈમ રેટ (Crime Rate) વધી રહ્યો છે. રાત પડતા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. શહેરભરમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. પોલીસ સ્ટેશન (Police Station) થોડે દૂર જ હતુ તેમ છતા જાહેરમાં તલવાર ઉછળી છે. સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેના કારણે પોલીસની (Police) કામગીરી ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. અસામાજિક તત્વો હથિયાર સાથે રોડ પર બેફામ રખડી રહ્યા છે.અંગત અદાવત ને લઈ લોકોને ધમકી આપી, ગુંડા ગર્દી બતાવી રહ્યા છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરત શહેરના સચિન વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકત માં આવી હતી, અસામાજિક તત્વો તલવાર જેવા હથિયાર લઈને લોકોને ધમકાવી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં અસામાજિક તત્વો પોલીસ ને પણ અપશબ્દો કહી ગુંડા ગરદી કરી રહ્યા હતા. ત્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓને પકડી પાડી જેલ ના સળિયા ગણતા કરી દીધા છે..
અંગત અદાવતે ઝઘડો
1 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રિના સમયે લક્ષ્મણ બિહારી નામના વ્યક્તિ સાથે પાંચ જેટલા ઈસમોએ અંગત અદાવતને લઈને ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં કેટલાક ઇસમો તલવાર જેવા ઘાતક હથિયાર લઈને ફરિયાદીને ધમકાવવા ગયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો બીજી તરફ ફરિયાદી લક્ષ્મણ બિહારી દ્વારા આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં પણ પોતાની જાન નો ખતરો હોવાની ફરિયાદ આપવામાં આવી હતી.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
જેથી પોલીસે લક્ષ્મણ બિહારીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી અને પોલીસ દ્વારા ચાર જેટલા અસમજિક તત્વોને ગણતરીના કલાકોમાં ડિટેઈન કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી અને ફરિયાદી અંગે ના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી લક્ષ્મણ બિહારી સામે પણ અગાઉ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને પકડાયેલા ચારેય આરોપી સામે અગાઉ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધીત ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે.
  • મહત્વની વાત છે કે આ ચાર આરોપી જે પકડાયા છે તેમાંથી એક આરોપી ઉધના, એક આરોપી ડીંડોલી અને બે આરોપી સુરતના પલસાણા વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે હજુ એક આરોપી પોલીસે પકડ થી દુર છે.
અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી?
વિકસતા જતા સુરતમાં ક્રાઈમ પણ વિકસી રહ્યો છે.તેવામાં સચિનના અસામાજિક તત્વોની મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી લોકોમાં દેહસત ફેલાવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.