Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો સ્થાનિકો સમયસરના પહોંચ્યા હોત તો સુરતમાં પણ હૈદરાબાદવાળી થાત, જાણો શું છે મામલો

હૈદરાબાદના (Hyderabad) બાદ અંબેરપેટ વિસ્તારમાં કાળજું કંપાવી દેતી ઘટના થોડાં દિવસો પૂર્વે સામે આવી હતી જેમાં રખડતા શ્વાનોએ (Stray Dogs) રસ્તા પર જઈ રહેલા બાળક પર હુમલો કર્યોૉ હતો. 6 કુતરાઓએ બાળક પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકનું મોત થયું હતું અને આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.  આવી જ એક ઘટના સુરતમાં (Surat) બનતી બનતી રહી ગઈ.2 બાળકીઓ પર શ્વાનનો હુમલોસુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉમ્મીદ
જો સ્થાનિકો સમયસરના પહોંચ્યા હોત તો સુરતમાં પણ હૈદરાબાદવાળી થાત  જાણો શું છે મામલો
હૈદરાબાદના (Hyderabad) બાદ અંબેરપેટ વિસ્તારમાં કાળજું કંપાવી દેતી ઘટના થોડાં દિવસો પૂર્વે સામે આવી હતી જેમાં રખડતા શ્વાનોએ (Stray Dogs) રસ્તા પર જઈ રહેલા બાળક પર હુમલો કર્યોૉ હતો. 6 કુતરાઓએ બાળક પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકનું મોત થયું હતું અને આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.  આવી જ એક ઘટના સુરતમાં (Surat) બનતી બનતી રહી ગઈ.
2 બાળકીઓ પર શ્વાનનો હુમલો
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉમ્મીદનગર સોસાયટીમાં બે બાળકીઓ પર શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતી. શ્વાનોએ બાળકીઓને માથા પગ તેમજ કમરના ભાગે બચકા ભર્યા હતા. સદનસીબે સ્થાનિકો પહોંચી જતા બાળકીઓને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
સ્થાનિકો સમયસર પહોંચી જતાં બાળકી બચી
સુરતમાં અવારનવાર શ્વાનોના હુમલા વધી રહ્યા છે. જેને પગલે પગલે વાલીઓ મા પોતાના બાળકો માટે ડર સતાવવા લાગ્યો છે. સુરત માં ખજોદ વિસ્તારમાં બે વર્ષની બાળકી પર શ્વાનોએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ બાળકીનું સારવાર દરમ્યાન મોત થયું હતું ત્યારબાદ ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉમ્મીદનગર સોસાયટીમાં બે બાળકી પર શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલાને પગલે સ્થાનિકોએ બાળકીઓને બચાવી હતી. જોકે શ્વાનોએ બાળકીઓના માથા પગ અને કમરના ભાગે બચકા ભર્યા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હતી.
સ્થાનિકોમાં ભય અને રોષ
ઘટનાને પગલે ઉમ્મીદનગરના વાલીઓ પણ ભયમાં જોવા મળ્યા હતા. જ્યારે સોસોયટીની મુલાકાત લેવામાં આવી હતી. તે દરમ્યાન પણ સોસાયટીમાં શ્વાનો જોવા મળ્યા હતા અને જાણવા મળ્યું હતું કે ટૂંક સમયમાં જ 5 જેટલા બાળકો પર શ્વાનો એ હુમલો કર્યો છે. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા શ્વાનો ના રસીકરણ અને ખસિકરણ ની વાતો કરવામાં આવી છે જોકે તેમ છતાં શ્વાનો ના હુમલા સતત વધી રહ્યા છે જે એક ચિંતા નો વિષય છે.
  • બીજી તરફ રખડતા કુતરાઓ દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા આ મામલે યોગ્ય દિશામાં પગલાં લે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.
કાર્યવાહી છતાં ચોક્કસ પરિણામ નહી
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસમાં સુરત શહેરમાં 477 જેટલી ઘટનાઓ સામે આવી છે જ્યારે જાન્યુઆરી મહિનામાં 1200 થી વધુ ડોગ બાઇકની ઘટના જોવા મળી હતી શહેરમાં સતત વધતી ઘટનાને લઈને મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન દ્વારા એક તાકીદ ની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકની અંદર ડોગ બાઇકની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાઓ ભરવા માટેનું સૂચન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. ડોગ બાઇકની ઘટનાઓને રોકવા માટે સુરત શહેરમાં રસીકરણ અને ખસીકરણની સંખ્યામાં વધારો કરવા માટે ઉપરાંત ડોગ કે જ ની સંખ્યા હાલ 60 છે જેને વધારીને 200 જેટલી કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે હાલ 30 જેટલા કુતરાઓનું જ રસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે. તંત્રની કાર્યવાહી છતાં કોઈ ચોક્કસ પરિણામો જોવા નથી મળી રહ્યાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.