Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગત મોડી રાતે પોલીસને બાતમી મળી કે કોઈ બે ઈસમો રોકડા અને સોનાના બિસ્કિટ લઈને નિકળવાના છે, અને પછી.....

ચાર બેગમાંથી એક કરોડથી વધુનો મુદ્દા માલ મળ્યોમોડી રાતે સારોલી પોલીસ અને ચૂંટણી પંચના સભ્યોનું ઓપરેશનસારોલી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરીગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યામાં આચારસંહિતા અમલી હોવાથી પોલીસ અને ચૂંટણીપંચ રોકડ, દારૂ, માદક પદાર્થની હેરફેર પર દરેક સ્તરે નજર રાખી રહી છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે હાલમાં નવા બનેલા સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટ
ગત મોડી રાતે પોલીસને બાતમી મળી કે કોઈ બે ઈસમો રોકડા અને સોનાના બિસ્કિટ લઈને નિકળવાના છે  અને પછી
  • ચાર બેગમાંથી એક કરોડથી વધુનો મુદ્દા માલ મળ્યો
  • મોડી રાતે સારોલી પોલીસ અને ચૂંટણી પંચના સભ્યોનું ઓપરેશન
  • સારોલી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યામાં આચારસંહિતા અમલી હોવાથી પોલીસ અને ચૂંટણીપંચ રોકડ, દારૂ, માદક પદાર્થની હેરફેર પર દરેક સ્તરે નજર રાખી રહી છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે હાલમાં નવા બનેલા સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ચૂંટણી પંચના સભ્યો ચેકિંગમાં હતા ત્યારે બાતમી મળી કે કોઈ બે ઈસમો રોકડા રૂપિયા અને સોનાના બિસ્કીટ લઈને આવી રહ્યા છે. જે બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ અને ચેકિંગ કરતા બે શખ્સોને 68.33 લાખ રોકડ સહિત કુલ  રૂ. 1 કરોડથી વધારેના મુદ્દામાલ સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધાં હતા.
1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે
પોલીસ ચેકિંગ દરમિયાન કડોદરા તરફથી બે ઈસમો જેમના હાથમાં ચાર બેગ હતી તેમને અટકાવી પુછપરછ કરતા આ બંનેનું નામ સુધીરસિંહ અને રજનીશ પોલ જાણવા મળ્યું અને આ બંને પાસે રહેલી ચાર બેગોનું ચેકિંગ કરતા બેગમાંથી કુલ રૂ. 63. 88 લાખ રૂપિયા, રૂ. 52,50,000ની કિંમતના સોનાના 15 બિસ્કીટ, બે લેપટોપ અને 4 મોબાઈલ સહિત કુલ રૂ. 1,16,99,700ની કિંમતનો મુદ્દામાલ સારોલી પોલીસે જપ્ત કરી બંને ઈસમોની ધરપકડ કરી છે અને આટલી મોટી સંખ્યામાં રોકડા રૂપિયા ક્યાંથી લાવ્યા અને સુરતમાં કોને પહોંચાડવાના હતા તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
ઈન્કમટેક્સ વિભાગ પણ તપાસમાં સામેલ
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાથી હાલ આચારસંહિતા ચાલુ હોવાથી રોકડા રૂપિયાની હેરફેર કરવા પર ચૂંટણી પંચ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેને લઇને સુરતની તમામ ચેકપોસ્ટ પર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. બે દિવસ અગાઉ જ શહેરના ભટાર વિસ્તારમાંથી પણ પોલીસને એક કારમાંથી 20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જ્યારે ગઈકાલે રાત્રે આ બે ઇસમો પાસેથી 62 લાખ રૂપિયા રોકડા મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ રોકડા રૂપિયા કોઈ વેપારીના છે કે, પછી ચૂંટણીના ફંડ માટે વપરાવવાના હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તેમજ ઈસમોએ જે પ્રમાણે જણાવ્યું કે સોનાના વેપારીના રૂપિયા અને સોનું છે. તેને ધ્યાને લઈને સારોલી પોલીસે આ કેસમાં હવે ઇન્કમટેક્સ વિભાગને પણ સામેલ કર્યું છે.
Advertisement
Tags :
Advertisement

.