Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાપડ માર્કેટના કારીગરો સહિત વેપારીઓએ ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનને વધાવ્યું

સુરતમાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનની કાપડ માર્કેટથી શરૂઆતઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભઉત્તર ભારતીઓએ વતનમાં જવા પડતી તકલીફ કાર્ડમાં દર્શાવીજ્યારે કાપડ માર્કેટમાં રોજી રોટી સિસ્ટમેટિક કરવા અપીલ કરાઇસુરતમાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આ અભિયાનનો પ્રારંભ સુરતનà
કાપડ માર્કેટના કારીગરો સહિત વેપારીઓએ ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનને વધાવ્યું
  • સુરતમાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનની કાપડ માર્કેટથી શરૂઆત
  • ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ
  • ઉત્તર ભારતીઓએ વતનમાં જવા પડતી તકલીફ કાર્ડમાં દર્શાવી
  • જ્યારે કાપડ માર્કેટમાં રોજી રોટી સિસ્ટમેટિક કરવા અપીલ કરાઇ
સુરતમાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આ અભિયાનનો પ્રારંભ સુરતના કાપડ માર્કેટ ખાતેથી ઉત્તર પ્રદેશના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
મહેન્દ્રનાથ પાંડેએ કાપડ વેપારી અને મજૂરકર્મીઓ સાથે સ્વાદ કરતા કહ્યું હતું કે, સુરતના કાપડ માર્કેટમાં આવી આનંદ થયો છે. અહીં લોકોના પ્રેમ અને આવકારે મન પ્રસન્ન કરી નાખ્યો છે. આજથી ભાજપનું સુરતમાં કાપડ માર્કેટમાં અગ્રેસર ગુજરાત અભિયાન શરૂ થયું છે. તમામ લોકો પોતાના સુજાવ બોક્સમાં નાખશો, જેના પર ભાજપ પણ કામ કરશે, અહીંની સમસ્યા, માર્કેટના લોકોને પડતી તકલીફ હોય કે પછી ઇલેક્શનમાં જરૂરી લાગતી માહિતી કોઈ પણ સુજાવ બોક્સમાં નાખશો, મહેન્દ્રનાથ પાંડેના સ્વાદ પછી મજૂરો, કાપડ વેપારી સહિતના તમામ કારીગરોએ પણ ભાજપના અભિયાનને વધાવ્યું હતું અને કાર્ડ પર સુજાવ લખી બોક્સમાં નાખ્યું હતું.
ઉત્તર ભારતના કારીગરોએ વતનમાં જવા માટે પડતી તકલીફ કાર્ડમાં દર્શાવી હતી, જ્યારે કાપડ માર્કેટમાં રોજી રોટી સિસ્ટમેટિક કરવા અપીલ કરાઇ હતી. વતનમાં જવા સ્પેશ્યલ ટ્રેનમાં પડતી મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરી હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલા ગ્લોબલ કાપડ માર્કેટ ખાતેથી આજ રોજ અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર 2022 નો ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેએ સુરતના ગ્લોબલ માર્કેટ, ગુડલક માર્કેટ તથા સિલ્ક સીટી માર્કેટના ફેરિયાઓ, મજૂરો, કર્મચારી તથા વ્યાપારીઓની મુલાકાત લઈ તેમના સુજાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોની ઈચ્છાના આધારે સંકલ્પ પત્રમાં ઉમેરો કરવા આયોજન કરાયું છે. જેના ભાગરૂપે સુરતના ગ્લોબલ કાપડ માર્કેટના મજૂરો અને વેપારીઓના સૂચનો એકત્રિત કરી તેનો સંકલ્પ બોક્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.