ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ યુવકે સિગરેટના કારણે જીવ ગુમાવ્યો , જાણો શું છે સમગ્ર મામલો

સુરત શહેરમાં પરપ્રાંતિય વિસ્તારોમાં ક્રાઈમ રેટમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેરમાં અવારનવાર ચોરી, મારામારી તેમજ હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવા  જ એક કિસ્સામાં સાત તારીખના રોજ શહેરના ઉન વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી ઉપર હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. જો કે ત્રણ દિવસની સારવાર બાદ ચંદ્રનો હોસ્પિટલ ના બિછાને મૃત
09:42 AM Sep 12, 2022 IST | Vipul Pandya
સુરત શહેરમાં પરપ્રાંતિય વિસ્તારોમાં ક્રાઈમ રેટમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેરમાં અવારનવાર ચોરી, મારામારી તેમજ હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવા  જ એક કિસ્સામાં સાત તારીખના રોજ શહેરના ઉન વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી ઉપર હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. જો કે ત્રણ દિવસની સારવાર બાદ ચંદ્રનો હોસ્પિટલ ના બિછાને મૃત્યુ થયું હતું.


સુરત શહેર પોલીસના એસીપી આર.એલ.માવાણીના જણાવ્યા મુજબ મૂળ યુપીના અયોધ્યાનો વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી સાત તારીખના રોજ પોતાના નિત્યક્રમ મુજબ રાત્રે 11:00 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને ઊન પાટિયા થી ભેસ્તાન તરફ પોતાના ઘરે પગપાળા જઈ રહ્યો હતો તે દરમિયાન ભેસ્તાન પાસે આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઈક પર આવીને તેને આંતર્યો હતો અને ચંદ્રભાન પાસે સિગરેટની માંગણી કરી હતી? જો કે ચંદ્રભવન પાસે સિગરેટ ન હોવાથી તેણે સિગરેટ આપવાનો ઇન્કાર કર્યો હતો જેને કારણે ઉશ્કેરાઈ ગયેલા બંને અજાણ્યા યુવાનોએ બાઈક પરથી ઉતરી ને ચંદ્ર પણ સાથે મારામારી કરી હતી અને પોતાની પાસે રહેલા શિક્ષણ હથિયાર વડે ચંદ્ર ભાનને વપરા છાપરીઘા જીતી દીધા હતા જેને પગલે ચંદ્ર ભાન ગંભી રીતે ગવાયો હતો અને તેના આંતરડા પર બહાર આવી ગયા હોવાનો હોસ્પિટલના છોકરાએ જણાવ્યું હતું ચંદ્રબાને ઘાયલ કરીને બંને યુવાનો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અનેક લોકોએ તેને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ ગઈકાલે તેનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનામાં સૌપ્રથમ પાંડેસરા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ ગઈકાલે ચંદ્રભાનનું મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને બંને અજાણ્યા હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
Tags :
CigaretteGujaratFirstlostlifeyoungman
Next Article