Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તહેવારો સમયે સાડીઓના હબ સુરતમાં આ યુનિક પીસ, સુરતની ઝલક સાડી પર કંડારી

સાડીઓ માટે માનુનીઓની પહેલી પસંડ અને સાડી ઉત્પાદકના હબ એવા સુરતમાં હાલમાં કાપડ ઉદ્યોગ ધમ -ધમી રહ્યો છે. ત્યારે  સુરતવાસીઓ હમેશા કંઈકને કંઈક નવું કરવા ટેવાયેલા છે. તેમાં પણ ખાસ કરીને સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા વેપારીઓ ટ્રેન્ડની સાથે ચાલવામાં માહેર છે. સુરતના એક કપડા ઉત્પાદક દ્વારા સુરતની એક ઝલક સાડી અને ડ્રેસ પર ઉતારવામાં આવી છે. સુરતના વિવિધ ફલાયઓવર અને સુરતની જાણીતી જગ્યાઓ
તહેવારો સમયે સાડીઓના હબ સુરતમાં આ યુનિક પીસ  સુરતની ઝલક સાડી પર કંડારી
સાડીઓ માટે માનુનીઓની પહેલી પસંડ અને સાડી ઉત્પાદકના હબ એવા સુરતમાં હાલમાં કાપડ ઉદ્યોગ ધમ -ધમી રહ્યો છે. ત્યારે  સુરતવાસીઓ હમેશા કંઈકને કંઈક નવું કરવા ટેવાયેલા છે. તેમાં પણ ખાસ કરીને સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા વેપારીઓ ટ્રેન્ડની સાથે ચાલવામાં માહેર છે. સુરતના એક કપડા ઉત્પાદક દ્વારા સુરતની એક ઝલક સાડી અને ડ્રેસ પર ઉતારવામાં આવી છે. સુરતના વિવિધ ફલાયઓવર અને સુરતની જાણીતી જગ્યાઓને આ વેપારીએ કપડા પર પ્રિન્ટ કરી છે. સુરત ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં જ્યારે આ સાડી અને ડ્રેસ પ્રદર્શન માટે મુકવામાં આવ્યા ત્યારે સુરતની આ પ્રકારની સાડીની ઝલકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સુરતના અલગ અલગ બ્રિજને સાડી અને ડ્રેસ પર ઉતાર્યા 
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત ખાતે ત્રિ- દિવસીય વિવનિટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના અલગ અલગ રાજયોમાંથી કાપડના ઉત્પાદકો પોતાની પ્રોડક્ટ પ્રદર્શન માટે  લાવ્યાં છે. પરંતુ આ સમગ્ર દેશના ઉત્પાદકો વચ્ચે સુરતના જ એક ઉત્પાદકે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સુરત શહેર ટેકસટાઇલ, ડાયમંડ બાદ બ્રિજ સીટી તરીકે ઓળખાય છે ત્યારે કપડાના આ ઉત્પાદકે સુરતના અલગ અલગ બ્રિજને સાડી અને ડ્રેસ પર ઉતાર્યા છે. જેને જોઈને ખાસ કરીને મહિલાઓ ખૂબ આકર્ષિત થઈ છે.
ઘણી વ્યવસાયિક મહિલાઓનું સપનું પૂરું થશે
પ્રદર્શન જોવા આવેલ ડો.બંસી હિરપરા નું કહેવું છે કે, તેઓ વ્યવસાયે ડોકટર છે અને રૂટિનમાં તેઓ સાડી પહેરી શકતા નથી. હમણાં સુધી સાડીઓ પર આ પ્રકારની અલગ અલગ પ્રિન્ટ આવતી હતી પરંતુ હવે જ્યારે ડ્રેસ પર પણ આ પ્રિન્ટ આવી છે તો મારા જેવી ઘણી વ્યવસાયિક મહિલાઓનું સપનું પૂરું થશે. કારણ કે હમણાં સુધી અલગ અલગ પ્રિન્ટ માત્ર સાડી ઓ પર આવતી હતી અને વ્યવસાયિક મહિલાઓ ડ્રેસ પહેરવાનું વધુ પસંદ કરતી હોય છે. અહીં આ ઉત્પાદક દ્વારા ડ્રેસ પર પણ સુરતની ઝલક ઉતારવામાં આવી છે. જ્યારે બાહુબલી પ્રિન્ટ કે ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી પ્રિન્ટની સાડીઓ માર્કેટમાં આવી ત્યારે પહેરવાની ઈચ્છા થતી હતી પરંતુ વ્યવસાય ને કારણે સાડી પહેરવું અઘરું હતું.
 
પરંતુ હવે એ જ પ્રકારની પ્રિન્ટ ડ્રેસ પર પણ આવતા અમે ડ્રેસ પહેરી શકીશું. અગાઉ પણ સુરતના કાપડ ઉત્પાદકો દ્વારા સાડી પર બાહુબલી, કંગના રનૌત, ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી પ્રિન્ટ કરવામાં આવી હતી. પરંતુ પોતાનું સુરત કાપડ પર ઉતારવું એ પ્રથમવારનું હોવાથી આ ફેબ્રિક લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે.
 આ પણ વાંચો- 

તમારી પાસે નકામા જીન્સ છે તો જાણો કેવી રીતે તેનો ટ્રેન્ડી યુઝ કરી શકાય

Advertisement
Tags :
Advertisement

.