Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાપીના કાંઠે રૂ 189 કરોડની રેતી ઉલેચવાનું થયુ કૌભાંડ

રૂ 189 કરોડની રેતી ઉલેચવાનું કૌભાંડસમગ્ર મામલે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવીસૂર્ય પુત્રી તાપી નદીના કાંઠે થયો ખેલડુમસ-તાપી નદી કાંઠે ઇન્ફ્રા કંપનીનું કૌભાંડCRZ અને પર્યાવરણની મંજૂરીનું ઉલાળીયુ કરાયું8 માસમાં 30 લાખ ટનથી વધુ રેતી ઉલેચી લેવાયકાંઠા વિસ્તારનું વ્યાપક ધોવાણમેંગ્રોવ્યસના ઝાડો નાશ પામ્યા છે નો આરોપઇન્ફ્રા બિલ્ડકોન કંપની દ્વારા ગેરકાયદે રેતી ખનન કર્યાનું મોટુ àª
તાપીના કાંઠે રૂ 189 કરોડની રેતી ઉલેચવાનું થયુ કૌભાંડ
  • રૂ 189 કરોડની રેતી ઉલેચવાનું કૌભાંડ
  • સમગ્ર મામલે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી
  • સૂર્ય પુત્રી તાપી નદીના કાંઠે થયો ખેલ
  • ડુમસ-તાપી નદી કાંઠે ઇન્ફ્રા કંપનીનું કૌભાંડ
  • CRZ અને પર્યાવરણની મંજૂરીનું ઉલાળીયુ કરાયું
  • 8 માસમાં 30 લાખ ટનથી વધુ રેતી ઉલેચી લેવાય
  • કાંઠા વિસ્તારનું વ્યાપક ધોવાણ
  • મેંગ્રોવ્યસના ઝાડો નાશ પામ્યા છે નો આરોપ
  • ઇન્ફ્રા બિલ્ડકોન કંપની દ્વારા ગેરકાયદે રેતી ખનન કર્યાનું મોટુ કૌભાંડ
સુરત (Surat) ખાતે તાપી નદી (Tapi River)ના મુખમાં બાર્જથી યાંત્રિક ડ્રેજિંગ કરી ગેરકાયદે ચાલતું રેતી ખનન રોકવા તથા રેતી ખોદાણથી તાપી નદીનાં કિનારા, કોસ્ટલ ઝોન, મેનગૃવ અને પર્યાવરણ નુકસાનની તપાસ કરવા મુખ્યમંત્રીથી લઈ સ્ટેટ વિજિલન્સ કમિશન, રાજ્ય સરકારના વન અને ખાણ ખનીજ વિભાગનાં અગ્ર સચિવ, આઇટી અને જીએસટી કમિશનર સુધી ફરિયાદ કરવામાં આવી છે.રૂંઢ- મગદલ્લા ગામના ફરિયાદી એ રાજ્ય અને કેન્દ્ર સરકારના 25 વિભાગોને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સેન્ડબાર દૂર કરવાના નામે ખોટી રીતે ગેરકાયદે વધુ માત્રામાં રેતી ચોરી અને ટેક્સ ચોરી કરી સરકારી તિજોરીને મોટું નુકસાન કરવામાં આવ્યું છે. સીઆરઝેડ અધિનિયમ ભંગ કરવામાં આવ્યો છે.
તપાસ કમિટી નિમવા માગ
પરંપરાગત ડુબકીમાર માછીમારોને નુકસાન પહોંચાડવામાં અને તેમની રોજી રોટી છીનવી તેમના પરિવારને નિરાધાર કરવામાં આવ્યું હોવાનું માછીમારો એ ગુજરાત ફર્સ્ટ સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું. 151 કરોડની રેતી ચોરી થકી ટેક્સની ચોરી,  માછીમારોની આવકને નુક્સાન, દેશની આવકને નુકસાન અટકાવવા અધિકારીઓની જવાબદારી નક્કી કરવા, કૌભાંડની વ્યાપક તપાસ કરવા વિજિલન્સ કમિશન કક્ષાની તપાસ કમિટી નિમવા માંગ કરવામાં આવી છે. 

જિલ્લા કલેકટરને ફરિયાદ 
સુરતના કાંઠા વિસ્તારમાં મેસર્સ એમ એમ ઇન્ફ્રા બિલ્ડકોન (નવસારી) દ્વારા-બાર્જથી યાંત્રિક રેતીખનન, માછીમારી-પર્યાવરણ નુકસાન, કાંઠાના ધોવાણ, સીઆરઝેડ નિયમભંગ અને આશરે ૧૫૧ કરોડના થયેલ રેતી કૌભાંડને બંધ કરાવવા અધિકૃત એજન્સીના વીડિયો,ફોટોગ્રાફ સાથે જિલ્લા કલેકટરને આ ફરિયાદ આપવામાં આવી છે.
આક્ષેપો પાયા વિહોણા
રેતીની લિઝને લગતી તમામ કાનૂની પ્રક્રિયાઓ કરવામાં આવી રહી હોવાના દર વખતે દાવા કરવામાં આવે છે. અરજદારે કરેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું દર વખતની જેમ આ વખતે પણ રટણ કરાયું છે. માર્ચ 2022માં 6 માસ માટે અપાયેલી 1 લાખ ટન રેતીની મંજૂરી પૂરી થવા છતાં રેતીખનન ચાલુ રહ્યું હોવાની આઇટી અને જીએસટી કમિશનરને પણ ફરિયાદ કરાય છે.

રેતીખનન અટકાવવા કલેકટરને આવેદન અપાયું 
તાપી નદીમાં રેતીખનનને કારણે કિનારા, કોસ્ટલ ઝોન અને પર્યાવરણને સતત નુકસાન થઇ રહ્યું છે. આ પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવામાં આવે તો જ કાંઠા વિસ્તારનું અસ્તિત્વ જોખમાય તેમ નહીં હોવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કારણ કે જે કંપનીને રેતી કાઢવાનો પરવાનો આપવામાં આવ્યો છે તેના કરતા ૧૦૦ ગણી વધારે રેતી કાઢી લેવામાં આવી હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરાયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.