Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વર્લ્ડ બેન્ક આવશે સુરતની મુલાકાતે, આ મોટા પ્રોજેક્ટ માટે આપી શકે છે 1400 કરોડની લોન

સુરત મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ગણાતો તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઘણા સમયથી ટલ્લે ચઢ્યો હતો. તાપી નદીના પટના અમુક વિસ્તારમાં રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કર્યા બાદ પાલિકાએ કામગીરી આટોપી લીધી હતી. અમદાવાદ ખાતે બનાવેલા રિવરફ્રન્ટની માફક જ સુરત પાલિકાએ પણ શહેરીજનોની સુખાકારી અને ફરવા લાયક સ્થળના વિકાસ માટે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. તાપી નદીના પટ પàª
વર્લ્ડ બેન્ક આવશે સુરતની મુલાકાતે  આ મોટા પ્રોજેક્ટ માટે આપી શકે છે 1400 કરોડની લોન
Advertisement
સુરત મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ગણાતો તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઘણા સમયથી ટલ્લે ચઢ્યો હતો. તાપી નદીના પટના અમુક વિસ્તારમાં રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કર્યા બાદ પાલિકાએ કામગીરી આટોપી લીધી હતી. અમદાવાદ ખાતે બનાવેલા રિવરફ્રન્ટની માફક જ સુરત પાલિકાએ પણ શહેરીજનોની સુખાકારી અને ફરવા લાયક સ્થળના વિકાસ માટે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. તાપી નદીના પટ પર અડાજણ પાટિયાથી લઈને ઉમરા સુધી તાપી રિવરફ્રન્ટ બનાવવાનું કામ હાથ ધર્યું હતું. જેમાં હજુ સુધી તાપી નદીની એક જ તરફ અડાજણથી ઉમરા સુધી નો રિવરફ્રન્ટ ડેવલપ થઈ શક્યો છે. જયારે સામેના છેડે કામ અધૂરું જ થવા પામ્યું છે.
હવે ફરી પાલિકાએ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું કામ ઉપાડ્યું છે ત્યારે સિંગણપોર કોઝ વે થી કઠોર સુધી તાપી નદીના બંને છેડે રિવરફ્રન્ટ વિકસાવવાનું કામ આગામી સમયમાં શરુ કરવાની કવાયત હાથ ધરી છે. આ કામ માટે પાલિકાને પ્રથમ ફેઝમાં કુલ 1991 કરોડ રૂપિયાની જરૂર પડશે જે માટે પાલિકાએ વર્લ્ડ બેન્ક પાસે લોન લેવાનું નક્કી કર્યું હતું અને તેના માટે પાલીકા એ વર્લ્ડ બેંકમાં પ્રોજેક્ટ અંતર્ગત અરજી કરી હતી. આ માટે વર્લ્ડ બેન્કની 12 સભ્યોની ટીમ આગામી 9 મે થી 14 મે સુધીમાં સુરત ખાતે આવશે અને પાલિકાના વિવિધ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવશે. રિવરફ્રન્ટના આ વિકાસ માટે પાલિકાએ વર્લ્ડ બેન્ક પાસે 1400 કરોડ રૂપિયાની લોન માંગી છે. જેથી આ લોનની મંજૂરી આપતા પહેલા આ ટીમ અહીં નિરીક્ષણ કરવા આવશે. વર્લ્ડ બેન્કની ટીમ તાપી નદી પર કોઝ વે થી કઠોર સુધી જ્યાં રિવરફ્ર્ન્ટ બનાવવાનો છે તે સ્થળનું નિરીક્ષણ કરશે અને સાથે સાથે પાલિકાની નાણાકીય પરિસ્થિતિ અંગે પણ તાગ મેળવશે.
તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે સુરત મનપાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, આ સમગ્ર પ્રોજેક્ટ ચાર હજાર કરોડનો છે, જેમાંથી પ્રથમ ફેઝ માટે પાલિકાને 1991 કરોડનો ખર્ચ થાય તેમ છે, આ પ્રથમ ફેઝમાં કોઝવેથી કઠોર સુધી તાપીના બંને કાંઠે રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. પ્રથમ ફેઝ માટે જે ખર્ચ થવાનો છે, તેમાંથી પાલિકાએ વર્લ્ડ બેન્ક પાસે 1400 કરોડની લોન માંગી છે. જયારે બાકીના 600 કરોડ માટે રાજ્ય સરકાર 300 કરોડ અને સુરત પાલિકા 300 કરોડ ખર્ચ કરશે. આગામી દિવસોમાં જયારે વર્લ્ડ બેન્કની ટીમ આવી રહી છે ત્યારે સુરત મનપાના પ્રયાસો રહેશે કે તેમને પ્રોજેક્ટ અંગે અને તેનાથી શહેરીજનોને થનારા ફાયદા અંગે સમજાવી શકાય જેથી લોન મેળવવામાં સરળતા થાય અને રિવરફ્રન્ટનું કામ ઝડપથી શરુ કરી શકાય. જયારે આ સમગ્ર તાપી રિવરફ્રન્ટ બનીને તૈયાર થશે ત્યારે સુરતવાસીઓ માટે ફરવા લાયક એક નવું સ્થળ ઉભું થશે.
Tags :
Advertisement

.

×