અમરોલી પોલીસના રાજમાં ચાલતા રેતીખનન ઉપર ભુસ્તર વિભાગે સપાટો મારી કાર્યવાહી કરી
ભુસ્તર વિભાગનો સપાટોઅમરોલી ખાતે તાપી નદીમાં રેડરેતી ખનન કૌભાંડ ઝડપાયું ગેરકાયદે રીતે ખનન ચાલી રહ્યું હતુસાત ફાઈબર બોટ, કોટિયા સીઝJCB મળીને 15 લાખથી વધુનો મુદામાલ સીઝ કર્યોગેરકાયદે રેતી ખનન મુદ્દે પોલીસને હતી જાણઅમરોલી પોલીસ દ્વારા કરવામાં આવ્યા આંખ મીચામણાસુરત કલેકટરની ભુસ્તર ટીમનો સપાટોસુરતના અમરોલી પુલ નીચે ગેરકાયદે રીતે ચાલતા રેતીખનન કરનારા સામે કલેકટર ના ભૂસ્તરશાસ્ત્
04:08 AM Jan 17, 2023 IST
|
Vipul Pandya
- ભુસ્તર વિભાગનો સપાટો
- અમરોલી ખાતે તાપી નદીમાં રેડ
- રેતી ખનન કૌભાંડ ઝડપાયું
- ગેરકાયદે રીતે ખનન ચાલી રહ્યું હતુ
- સાત ફાઈબર બોટ, કોટિયા સીઝ
- JCB મળીને 15 લાખથી વધુનો મુદામાલ સીઝ કર્યો
- ગેરકાયદે રેતી ખનન મુદ્દે પોલીસને હતી જાણ
- અમરોલી પોલીસ દ્વારા કરવામાં આવ્યા આંખ મીચામણા
- સુરત કલેકટરની ભુસ્તર ટીમનો સપાટો
સુરતના અમરોલી પુલ નીચે ગેરકાયદે રીતે ચાલતા રેતીખનન કરનારા સામે કલેકટર ના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. સપાટામાં 7 ફાઇબર બોટ અને મશીન જપ્ત કરી ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તર શાસ્ત્રીના સપાટા થી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
સુરત શહેર ના અમરોલી પુલ નીચે ચાલી રહેલા ગેરકાયદે રેતીખનન ઉપર ભૂસ્તર શાસ્ત્રી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા , દરોડા બાદ શહેર ના અન્ય ખનીજ માફિયાઓના તંબુમાં પણ ગભરાટ ફેલાયો છે..સુરતમાં તાપી નદી કિનારે ઠેર ઠેર ગેરકાયદે રેતીખનન ધમધમતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી,સુરત શહેરના તાપી તટે શહેરની વચ્ચો વચ્ચે આવેલા વિસ્તારોમાં પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.
માફિયાઓ દ્વારા બિન્દાસ બેરોકટોક રેતીખનન કરવામાં આવે છે.આડે દિવસે રેતીખનન ની બુમ પડે છે.સુરત કલેકટર આગળ ગેરકાયદે પ્રવૃત્તિ ઓની અસ્ખ્યાં ફરિયાદો આવતા કલેકટર ના ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.કલેકટર ના જિલ્લા ભૂસ્તર અધિકારી ડી.કે.પટેલે દ્વારા એક બાદ એક ખનીજ માફિયાઓને શોધવા કામગીરી શરૂ કરાઇ છે.ભૂસ્તર અધિકારી ના માર્ગદર્શન હેઠળ ટીમો તૈયાર કરાઈ ત્યાર બાદ ટીમ મેમ્બર હિતેશ પટેલ, અંકિત પરમાર, ભાવેશ પરમાર દ્વારા એક્શન બોલાવાઈ, શહેર ના અમરોલી બ્રિજ નીચે ગેરકાયદે ચાલતા રેતીખનન ઉપર કાર્યવાહી કરાઈ ,સ્થળ પર દરોડા થતાંજ ત્યાંથી કુલ ૭ ફાઇબર બોટ મળી આવી હતી,તમામ બોટ અમરોલીમાં રેતીખનન કરતા મળી આવી હતી.જેથી દરોડા દરમિયાન એજ તમામ બોટોને બિનઅધિકૃત રેતીના કામે ઉપયોગમાં લેવા સબબ જેસીબી મશીન મારફતે ડિસ્મેન્ટલ કરી કાર્યવાહી કરાઇ હતી,
સુરત શહેર -જિલ્લા ના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા અમરોલી બ્રિજ નીચે ગેરકાયદે ચાલી રહેલી રેતીખનન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.શહેરમાં લાંબા સમય થી રેતીખનન ની ફરિયાદો ઉઠી રહી હતી, જેને ધ્યાને રાખી કલેકટર ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તપાસ હાથ ધરવમાં આવી હતી, ભુસ્તર વિભાગે સપાટો બોલાવતા સ્થળ પર થી ગેરકાયદે રીતે ખનન કરતી ફાયર બોર્ડ-કોટિયા તથા જેસીબી ઝડપી પાડીને 15 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન રેતી ચોરો ફરાર થવામાં સફર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરોલી પોલીસે લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનની કામગીરી ચાલી રહી હતી. જેની ફરિયાદ બાદ ભૂસ્તર વિભાગ એકશનમાં આવ્યું હતું. જો કે આ ગેરકાયદે રેતી ખનન બાબતે પોલીસ વિભાગ દ્વારા આંખ મીચામણા કરવામાં આવતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. અંતે કલેકટર ના ભૂસ્તરશાસ્ત્રી એ સપાટો બોલાવી કાર્યવાહી કરી ખનીજ માફિયાઓને રેતીખનન બંધ કરી દોડતા કરી દીધા છે.
આ પણ વાંચો - રાજ્યવ્યાપી સાયબર રેકેટ ઝડપાયું, ONLINE શોપિંગના નામે છેતરપિંડીનો ખેલ કરાયો, જાણો સમગ્ર અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article